GT vs KKR IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો કોલકાતા સામે 8 રન થી રોમાંચક વિજય, શામી અને રાશિદની શાનદાર બોલીંગ

Kolkata Knight Riders vs Gujarat Titans IPL Match Result: કોલકાતાના રિંકુ સિંહ અને આંદ્રે રસેલે (Andre Russell) મેચને રોમાંચક મોડ પર લાવી દીધી હતી, ગુજરાતના બોલરોની ધારનો સામનો કરતા ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી દીધી હતી.

GT vs KKR IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો કોલકાતા સામે 8 રન થી રોમાંચક વિજય, શામી અને રાશિદની શાનદાર બોલીંગ
Gujarat Titans એ શાનદાર જીત મેળવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 8:21 PM

IPL 2022 ની 35મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ (Kolkata Knight Riders vs Gujarat Titans) વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ગુજરાતે પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર નોંધાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ અડધી સદી નોંધાવી હતી. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. આમ ગુજરાતની ટીમે 8 રન થી મેચને જીતી લીધી હતી. આંદ્રે રસેલ (Andre Russell) અને રિંકૂ સિંહે મેચને અંતમાં રોમાંચક મોડમાં લાવી દીધી હતી. જોકે અલઝારી જોસેફે રસેલની વિકેટ ઝડપી મેચ ગુજરાતના પક્ષમાં કરી લીધી હતી.

જવાબમાં કોલકાતાના બેટ્સમેનોને ગુજરાતના બોલરોએ શરુઆત સારી થવા દીધી નહોતી. મોહમ્મદ શામીએ બંને ઓપનરોને સસ્તામાં આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. કેકેઆરના ઓપનર સેમ બિલીંગ્સ (4) અને સુનિલ નરેન (5) બંનેની વિકેટ 10 રનના સ્કોર સુધીમાં જ ગુમાવી દીધી હતી. બિલિંગ્સ પ્રથમ ઓવર અને નરેન ત્રીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો.

રસેલ-રિંકુએ મેચને દીલધડક બનાવી

જોકે મેચને આંદ્રે રસેલે રોમાંચક મોડમાં લાવી દીધી હતી. રિંકુ સિંહ અને રસેલ બંને એ શાનદાર રમત વડે ગુજરાતની ચિંતા વધારી દીધી હતી. બંને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી દીધી હતી. જોકે આંદ્રે રસેલની વિકેટ 145 ના સ્કોર પર જ અલઝારી જોસેફે ઝડપી લેતા મેચનુ પાસુ પલટાઈ ગયુ હતુ. રસેલે 25 બોલમાં 48 રન 6 છગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. રિન્કુ સિંહે 28 બોલમાં 35 રન કર્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શામીએ 4 ઓવરના સ્પેલમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે યશ દયાલે 4 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. અલઝારી જોસેફ અને લોકી ફરગ્યુશને એક એક વિકેટ ઝડપી હતી.

ગુજરાતે હાર્દિકના દમ પર ખડક્યો સ્કોર

ગુજરાત ટીમની ઓપનીંગ જોડી નિષ્ફળ રહી હતી. શુભમન ગિલના રુપમાં પ્રથમ વિકેટ માત્ર 8 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ કેપ્ટન હાર્દિક અને રિદ્ધીમાન સાહા (25) એ સ્થિતી સંભાળી લઈને 83 રનના સ્કોર સુધી જોડી જમાવી રાખી હતી. હાર્દિકે 49 બોલમાં 67 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મિલરે 27 અને રાહુલ તેવટીયાએ 17 રન જોડ્યા હતા.

આંદ્રે રસેલે ગુજરાત ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે એક જ ઓવરમાં 4 વિકેટ માત્ર 5 રન આપીને ઝડપી હતી. ટિમ સાઉથીએ ગુજરાતની ટીમના 3 શિકાર ઝડપ્યા હતા. જ્યારે ઉમેશ યાદવ અને શિવમ માવીએ એક એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સ પર વિંઝાયો સજાનો કોરડો, ઋષભ પંત સહિત ત્રણને દંડ ફટકાર્યો, કોચ પર એક મેચનો પ્રતિબંધ

આ પણ વાંચો : IPL 2022: કમર થી ઉપર ફુલટોસ નો બોલને લઈને શુ કહે છે નિયમ, ત્રીજા અંપાયરની શુ હોય છે ભૂમિકા? જાણો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">