AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli Vs Gambhir: દિલ્હીના બે દબંગ ફરી સામ-સામે, ગુસ્સો-જુસ્સો અને રેકોર્ડ મામલે ગંભીર પર ભારે પડ્યો કોહલી

Kohli Vs Gambhir IPL 2023 : ગઈકાલે રમાયેલ લખનૌ-બેંગ્લોર વચ્ચેની મેચમાં બંને દિગ્ગજો સામ-સામે આવી ગયા બાદ મેદાનમાં વાતાવરણ તંગ બન્યું હતું, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ ઘટના બાદ 'કોહલી-ગંભીર ફાઈટ' જબ્બર ટ્રેન્ડ થયું હતું. બંનેના ચાહકો પણ સામ-સામે આવી ગયા હતા.

Kohli Vs Gambhir: દિલ્હીના બે દબંગ ફરી સામ-સામે, ગુસ્સો-જુસ્સો અને રેકોર્ડ મામલે ગંભીર પર ભારે પડ્યો કોહલી
Kohli Vs Gambhir
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 3:58 PM
Share

IPL 2023માં વિરાટ અને ગૌતમના ગંભીર વિવાદે ફરી એકવાર જુના સંભારણાઓ દર્શકોને યાદ અપાવ્યા છે. ગઈકાલે રમાયેલ લખનૌ-બેંગ્લોર વચ્ચેની મેચમાં બંને દિગ્ગજો સામ-સામે આવી ગયા બાદ મેદાનમાં વાતાવરણ તંગ બન્યું હતું તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ ઘટના બાદ ‘કોહલી-ગંભીર ફાઈટ’ જબ્બર ટ્રેન્ડ થયું હતું. બંનેના ચાહકો પણ સામ-સામે આવી ગયા હતા.

બંને ખેલાડીઓના રેકોર્ડથી લઈ અંગત જીવન અને લડાઈ-ઝઘડાઓ વિશે કોમેન્ટ-મિમ્સ શેર કરી પોતાના ફેવરીટ ખેલાડીને બીજાથી વધુ સારો સાબિત કરવા તત્પર બનેલા ફેન્સે કોહલીને બેસ્ટ બેટ્સમેન તો ગંભીર ચેમ્પિયન કેપ્ટન ગણાવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2023 : આ ભારતીય પર્પલ કેપ રેસમાં સૌથી આગળ, જાણો ઓરેન્જ કેપમાં કોણ કોને આપે છે ટક્કર

IPLમાં ફરી સામ-સામે બાખડ્યા

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો વચ્ચે વિવાદ એ હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જ્યારે સ્ટાર ખેલાડીઓ વચ્ચે મેદાનમાં ટક્કર થાય છે ત્યારે જેન્ટલમેન્સ ગેમ પર સવાલ ઉભા થાય છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના એવા બે જેન્ટલમેન છે જે તેમની દમદાર રમતની સાથે મેદાનમાં આક્રમક સ્વભાવ માટે પણ ફેમસ છે. મેદાનમાં ચાલુ મેચમાં અગ્રેસીવ રીએક્શનના કારણે બંને ખેલાડીઓ અનેકવાર ICC નિયમોઓ ભંગ કરી ચુક્યા છે.

IPLમાં બંને ખેલાડીઓ અન્ય ખેલાડીઓની સાથે પણ ઝઘડાને લઈ વિવાદ ઉભો કરી ચુક્યા છે, પરંતુ જ્યારે આ બે ધુરંધર સામ-સામે આવે છે ત્યારે વાતાવરણ વધુ તંગ બની જાય છે. સોમવારે RCB અને LSG વચ્ચેની મેચ બાદ બંને સ્ટાર સામ-સામે આવી ગયા હતા અને ફરી વિવાદ થયો હતો. મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ હાથ મિલાવ્યા ત્યારે ગંભીરે ગુસ્સામાં કોઈ કોમેન્ટ કરી હતી, જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને અન્ય ખેલાડીઓએ બંનેને અલગ કર્યા હતા.

રેકોર્ડ્સ મામલે કોહલી-ગંભીરની તુલના અશક્ય

દિલ્હીના આ બે દિગ્ગજોના રેકોર્ડ્સની તુલના કરવામાં આવે તો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બંનેનો રેકોર્ડ શાનદાર છે, પરંતુ કોહલી તમામ મામલે ગંભીરથી આગળ છે. કોહલી 100થી વધુ ટેસ્ટ રમી ચુક્યો છે, જ્યારે ગૌતમના ખાતામાં 58 ટેસ્ટ મેચ છે. ODIમાં કોહલીના નામે રેકોર્ડ 46 શતક છે.

જ્યારે ગંભીરે 11 સદી ફટકારી છે. 100+ T20માં વિરાટે 4 હજારથી વધુ રન ફટકાર્યા છે, જ્યારે ગંભીરના 1 હજારથી ઓછા રન છે. વિરાટ IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે છતાં હજી સુધી એકપણ વાર RCBને ચેમ્પિયન બનાવી શક્યો નથી. જ્યારે ગંભીરની કપ્તાનીમાં KKR બે વાર IPL ચેમ્પિયન બની ચુક્યું છે.

આ પણ વાંચો : Virat Kohli Vs Gautam Gambhir : ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ Virat Kohliએ શેર કરી પોસ્ટ, જાણો શું કહ્યું

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">