AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન

IPL 2023: કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન ફિલ્ડીંગ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને લઈ તે સિઝનમાંથી બહાર થયો હતો અને હવે તેનુ સત્તાવાર એલાન રાહુલે જાતે જ કર્યુ છે.

KL Rahul Ruled Out: ઈજાને લઈ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ WTC Final થી બહાર, જાતે જ કર્યુ એલાન
KL Rahul એ જાતે જ કર્યુ એલાન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 5:15 PM
Share

કેએલ રાહુલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ આઈપીએલ સાથે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચથી પણ બહાર થઈ ચુક્યો છે. તેણે આ અંગે જાતે જ એલાન કરી દીધુ છે કે, હવે તે IPL 2023 અને WTC Final મેચમાં રમાનારો નથી. આગામી મહિને એટલે કે જૂન મહિનાની 7મી તારીખથી ફાઈનલ મેચ રમાનારી છે. જે મેચ લંડનમાં રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઈજાને લઈ રાહુલ હવે હિસ્સો લઈ શકશે નહીં.

ગત 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર કિંગ્સ વચ્ચે મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિમયમમાં રમાઈ હતી. જોકે આ મેચમાં તે ફિલ્ડીંગ દરમિયાન બોલની પાછળ દોડતા પરેશાની અનુભવવા લાગ્યો હતો અને બાદમાં તે મેદાનની બહાર જવા માટે મજબૂર બન્યો હતો. ત્યાર બાદ તે સીધો જ 10માં ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો હતો.

WTC Final નહીં રમે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના ચેમ્પિયન બનવા માટેનો જંગ 7 જૂનથી શરુ થશે. આ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન પણ ગત મહિને થઈ ચુક્યુ છે. આઈપીએલની વર્તમાન સિઝન સમાપ્ત થતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રેડ બોલ ચેમ્પિયન બનવાની તૈયારીઓ શરુ કરશે. આમ આ મહિનાના અંતમાં જ ટીમ ઈન્ડિયા લંડન જવા માટે તૈયાર હશે.

જોકે આ પહેલા જ હવે રાહુલે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રવમા માટેની સ્ક્વોડથી બહાર થવાનુ સ્પષ્ટ કરી દીધુ છે. રાહુલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેનુ એક નિવેદન લખતા બતાવ્યુ હતુ કે, તે પોતે આઈપીએલના આ મહત્વના મોકા પર જ ટીમને છોડીને જવાથી નિરાશ છે.

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

રાહુલને સર્જરી કરાશે

ભારતીય ક્રિકેટર રાહુલે બતાવ્યુ હતુ કે, તેણે મેડિકલ ટીમ સાથે ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, જલદીથી તેના જાંઘમાં સર્જરી કરવામાં આવશે. આ સર્જરી બાદ રાહુલનુ પુરુ ધ્યાન પોતાને સંપૂર્ણ રીતે ઠીક કરવા અને ઈજાથી જલદી સ્વસ્થ થવાનુ રહેશે.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">