Viral : કેએલ રાહુલ રાતોરાત વિકેટકીપિંગ ભૂલ્યો ! ઓસ્ટ્રેલિયા સામે કરી મોટી ભૂલો, જુઓ Video

મોહાલી ODIમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલે વિકેટકીપર તરીકે એવી ભૂલો કરી હતી જે કોઈપણ બોલરનું મનોબળ તોડી શકે છે. રાહુલે માત્ર કેચ જ નહીં પરંતુ રનઆઉટની તક પણ ગુમાવી હતી. જે બાદ તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયો હતો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Viral : કેએલ રાહુલ રાતોરાત વિકેટકીપિંગ ભૂલ્યો ! ઓસ્ટ્રેલિયા સામે કરી મોટી ભૂલો, જુઓ Video
KL Rahul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:02 PM

જ્યારથી કેએલ રાહુલ (KL Rahul) ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે ત્યારથી તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં તેણે પરત ફર્યા બાદ તરત જ સદી ફટકારી હતી અને અંતે ભારત એશિયન ચેમ્પિયન પણ બન્યું હતું. પરંતુ કેએલ રાહુલ ભારત પરત ફરતાની સાથે જ તે પોતાના ટ્રેક પરથી ભટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા (Australia) સામેની પ્રથમ વનડેમાં કંઈક એવું કર્યું જેના પછી ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. અહીં વાત રાહુલની વિકેટકીપિંગની છે. મોહાલીમાં, રાહુલે ખૂબ જ નબળી વિકેટકીપિંગ (Wicket Keeping)કરી હતી અને કેચ છોડવાથી લઈને રન આઉટની તકો પણ છોડી દીધી હતી. આટલું જ નહીં, તે એક સામાન્ય બોલ પણ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો.

રાહુલની નબળી વિકેટકીપિંગ

કેએલ રાહુલે મોહાલીમાં ખરાબ વિકેટકીપિંગની તમામ હદો તોડી નાખી હતી. એવું લાગી રહ્યું હતું કે આ ખેલાડી વિકેટ કેવી રીતે સાચવવી તે ભૂલી ગયો હતો. કેએલ રાહુલે 23મી ઓવરના પહેલા બોલ પર સૌથી મોટી ભૂલ કરી. જ્યારે તેણે લેબુશેનને રન આઉટ કરવાની આસાન તક ગુમાવી દીધી હતી. રાહુલ સૂર્યકુમાર યાદવના સરળ થ્રોને પકડી શક્યો ન હતો અને લેબુશેનને જીવનદાન મળ્યો. રાહુલે જ્યારે બોલ છોડ્યો ત્યારે લાબુશેન હાફ ક્રિઝ પર ઊભો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રાહુલે કેચ પણ છોડ્યો

આ પછી કેએલ રાહુલે 33મી ઓવરમાં અશ્વિનના બોલ પર લેબુશેનનો કેચ છોડ્યો હતો. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયાને લેબુશેનની વિકેટ મળી હતી. વાસ્તવમાં, અશ્વિનના ચોથા બોલ પર લાબુશેને રિવર્સ સ્વીપ માર્યો અને બોલ તેના ગ્લોવ્સ સાથે અથડાયો અને રાહુલના હાથમાં ગયો પરંતુ તે કેચ લઈ શક્યો નહીં. જો કે, બોલ તેના ગ્લોવ્ઝમાંથી ઉછળીને વિકેટ સાથે અથડાયો અને આ દરમિયાન લેબુશેનનો પગ ક્રિઝની બહાર હતો અને તેને સ્ટમ્પ આઉટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs AUS : કેએલ રાહુલની કીપિંગ પર ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર કર્યો ટ્રોલ

40મી ઓવરમાં ડ્રામા

ઓસ્ટ્રેલિયાએ 40મી ઓવરમાં કેમેરોન ગ્રીનની વિકેટ ગુમાવી, આ બેટ્સમેન રન આઉટ થયો. રસપ્રદ વાત એ છે કે કેએલ રાહુલ બોલ ન પકડી શકવાના કારણે ગ્રીન રનઆઉટ થયો હતો. શમીના બોલ પર કેએલ રાહુલ બોલને પકડી શક્યો ન હતો અને ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડે બોલને ઝડપથી કેચ કરીને નોન-સ્ટ્રાઈકરના છેડે ફેંકી દીધો હતો અને સૂર્યકુમાર યાદવે અદ્ભુત રીતે ગ્રીનને રનઆઉટ કર્યો હતો. આ સિવાય રાહુલે બીજા ઘણા બોલ પણ છોડ્યા. જે બાદ તેની વિકેટકીપિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">