IND vs AUS : કેએલ રાહુલની કીપિંગ પર ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર કર્યો ટ્રોલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે આ મેચ દરમિયાન ઘણી ભૂલો કરી અને આસાન રનઆઉટનો મોકો પણ ગુમાવી દીધો હતો, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.

IND vs AUS :  કેએલ રાહુલની કીપિંગ પર ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર કર્યો ટ્રોલ
KL Rahul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 7:01 PM

ઓસ્ટ્રેલિયા (Australia) સામેની પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી હતી. આ મેચમાં કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. મેચ દરમિયાન તેની કીપિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કેએલ રાહુલે (KL Rahul) ઘણી ભૂલો કરી હતી, પરંતુ સૌથી મોટી અને અજીબ ભૂલ હતી રનઆઉટનો મોકો ગુમાવવાની હતી, જેના કારણે માર્નસ લાબુશેન (Marnus Labuschagne) ને જીવનદાન મળી ગયું હતું. કેએલ રાહુલની આ ભૂલ માટે ચાહકોએ તેને ખૂબ જ ટ્રોલ કર્યો હતો.

રનઆઉટનો આસાન મોકો ગુમાવ્યો

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 23મી ઓવરના પહેલા બોલ પર મોટી ભૂલ થઈ હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાના બોલ પર માર્નસ લાબુશેને રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. સૂર્યકુમાર યાદવે કવરમાંથી બોલ કીપર તરફ ફેંક્યો, પરંતુ કેએલ રાહુલ આ થ્રો પકડી શક્યો નહીં અને રનઆઉટની આસાન તક ગુમાવી દીધી. તે દરમિયાન માર્નસ લાબુશેન ક્રિઝથી દૂર હતો.

Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?

રાહુલની એવરેજ કીપિંગ

આ પ્રસંગ સિવાય કેએલ રાહુલ વિકેટ કીપિંગ કરતી વખતે ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો, માત્ર આ રનઆઉટ જ નહીં પરંતુ તેણે બીજી ઘણી તકો ગુમાવી હતી. આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલની એવરેજ કીપિંગ પર ઘણા સવાલો ઉભા થયા હતા. ચાહકોએ સોશિયલ મીડિયા પર પૂછ્યું કે કેએલ રાહુલની એવરેજ કીપિંગ પર કેટલો સમય ચૂપ રહેશે, આ T20 નથી, પરંતુ ODIમાં નિષ્ણાત કીપરની જરૂર છે. તમને જણાવી દઈએ કે ટીમ પાસે ઈશાન કિશનના રૂપમાં એક સ્પેશિયાલિસ્ટ કીપર છે, પરંતુ હાલમાં કેએલ રાહુલ આ જવાબદારી સંભાળી રહ્યો છે.

પ્રથમ વનડેમાં ભારતની પ્લેઈંગ-11:

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.

આ પણ વાંચો : Pakistan : પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાંથી 2 મોટા ખેલાડીઓ બહાર, બાબર આઝમનો ચોંકાવનારો નિર્ણય

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11:

પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શોર્ટ, શોન એબોટ, એડમ ઝમ્પા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">