AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં એવુ તો શું કરે છે કે, દરેક ખેલાડી ચેમ્પિયન બની જાય છે, કેએલ રાહુલનો આવો રહ્યો જવાબ

India vs New Zealand: ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી પહેલા, કેએલ રાહુલે (KL Rahul) નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની પ્રશંસા કરી હતી.

IND Vs NZ: રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં એવુ તો શું કરે છે કે, દરેક ખેલાડી ચેમ્પિયન બની જાય છે, કેએલ રાહુલનો આવો રહ્યો જવાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:07 AM
Share

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ખરાબ પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા હવે નવી શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે, જેની પ્રથમ મેચ જયપુરમાં થશે. આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના નવા વાઈસ કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) મીડિયા સાથે વાત કરી અને તેણે નવા હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પર મોટી વાત કરી હતી.

કેએલ રાહુલે જણાવ્યું કે રાહુલ દ્રવિડની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાને કેવી રીતે ફાયદો થશે. આ સાથે આ ખેલાડીએ રાહુલ દ્રવિડની ખાસિયત વિશે પણ જણાવ્યું, જેના પછી દરેક ખેલાડીને ચેમ્પિયન તરીકે જોવામાં આવે છે.

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેએલ રાહુલને રાહુલ દ્રવિડના પ્રભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘હું ખૂબ જ નસીબદાર છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. જ્યારે હું નાનો હતો, ત્યારે હું તેમની જેમ રમતને સમજવાની કોશિશ કરતો હતો. તેમણે કર્ણાટકમાં અમને ઘણી મદદ કરી છે. તે દેશભરના ખેલાડીઓને મદદ કરે છે. તે ટીમ ઈન્ડિયામાં જોડાયા બાદ હવે અમને તેની પાસેથી ઘણું શીખવાનો મોકો મળશે.

રાહુલ દ્રવિડ કેવી રીતે બનાવે છે ચેમ્પિયન ખેલાડી?

કેએલ રાહુલે જણાવ્યું કે, કેવી રીતે રાહુલ દ્રવિડ એક સારા ખેલાડીને ચેમ્પિયન ખેલાડીમાં ફેરવે છે. રાહુલે કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે રાહુલ દ્રવિડ કેટલું મોટું નામ છે. અમારી પાસે તેમની પાસેથી ઘણું શીખવાનો મોકો છે. કોચિંગની વાત કરીએ તો, મેં તેના કોચિંગ હેઠળ ઈન્ડિયા A માટે કેટલીક મેચ રમી છે. દ્રવિડની ખાસિયત એ છે કે તે રમતને સારી રીતે સમજે છે અને તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કૂલ રાખે છે. તે હંમેશા ટીમ વિશે જ વિચારે છે.

રાહુલ દ્રવિડની આ ગુણવત્તા તેમને અન્ય કરતા અલગ બનાવે છે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ આગળ વધ્યા છે.

દ્રવિડ પર મોટી જવાબદારી

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 2013થી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ જેવા મહાન ખેલાડીઓ હોવા છતાં, આ ટીમ T20 વર્લ્ડ કપ 2021ની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી નથી.

હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ હશે. આ પછી, 2023 ODI વર્લ્ડ કપ ભારતમાં રમાનાર છે. આવી સ્થિતિમાં, નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બંને ટૂર્નામેન્ટ જીતે અને ICC ટૂર્નામેન્ટની ટ્રોફીની ખોટને ખતમ કરે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">