AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs PBKS : વરસાદના કારણે મેચ રોકી ત્યારે સ્ટેડિયમમાં એવું ગીત વાગ્યું કે ચાહકોનો ઉત્સાહ વધી ગયો

IPL 2025ની 44મી મેચ વરસાદને કારણે રોકવામાં આવી હતી, જ્યારે મેચ રોકવામાં આવી તેના થાડા સમય બાદ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડીજેએ એક ગીત વગાડ્યું જેણે આખું વાતાવરણ જ બદલી નાખ્યું. મેચ બંધ હોવા છતાં ચાહકો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા.

KKR vs PBKS : વરસાદના કારણે મેચ રોકી ત્યારે સ્ટેડિયમમાં એવું ગીત વાગ્યું કે ચાહકોનો ઉત્સાહ વધી ગયો
Eden GardensImage Credit source: PTI/GETTY
| Updated on: Apr 26, 2025 | 10:43 PM
Share

IPL 2025ની 44મી મેચમાં એક રમુજી ઘટના જોવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ દરમિયાન વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે મેચ રોકવી પડી. જોકે, પછી મેદાન પર એક ગીત વાગ્યું જેણે સ્ટેન્ડમાં બેઠેલા ચાહકોનો ઉત્સાહ વધારી દીધો. સામાન્ય રીતે વરસાદને કારણે ચાહકોના ચહેરા પર નિરાશા જોવા મળે છે. પરંતુ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડીજેએ આખું વાતાવરણ બદલી નાખ્યું.

ડીજેએ ચાહકોનો ઉત્સાહ વધાર્યો

આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની પહેલી ઓવર પછી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદને કારણે અમ્પાયરે રમત અટકાવવાનો નિર્ણય લીધો. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મેદાન પર કવર લાવવામાં આવ્યા હતા. પછી ડીજેએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ‘ટિપ ટિપ બરસા પાણી’ ગીત વગાડ્યું. આ ગીત વાગતા જ ચાહકોનો ઉત્સાહ વધી ગયો અને તેઓ આ વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

પંજાબ કિંગ્સની તોફાની બેટિંગ

વરસાદને કારણે રમત બંધ થાય તે પહેલા પંજાબ કિંગ્સે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહે 49 બોલમાં 83 રન બનાવ્યા હતા. જ્યારે પ્રિયાંશ આર્યએ 35 બોલમાં 69 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી પણ થઈ હતી. આ પછી કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 25 રન બનાવીને ટીમનો સ્કોર 200 ને પાર પહોંચાડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોની ધુલાઈ

બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે વૈભવ અરોરા આ ઈનિંગમાં સૌથી સફળ બોલર રહ્યો. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 34 રન ખર્ચ્યા અને 2 બેટ્સમેનની વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી. પરંતુ ચેતન સાકરીયા અને હર્ષિત રાણા એકદમ મોંઘા સાબિત થયા હતા. અનુભવી બોલર સુનીલ નારાયણ પણ આ મેચમાં સફળતા મેળવી શક્યો નહીં.

આ પણ વાંચો: IPL 2025 : KKR ફેન્સમાં ભારે નિરાશા, સતત બીજી મેચમાં ઈડન ગાર્ડન્સમાં સીટ ખાલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">