KKR vs MI Playing XI IPL 2022: કોલકાતાએ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી, મુંબઈની ટીમમાંથી ‘બેબી એબી’ નુ ડેબ્યૂ

KKR vs MI Toss Update: કોલકાતા અને મુંબઈ એ આજની મેચમાં માટે પ્લેયીંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે.

KKR vs MI Playing XI IPL 2022: કોલકાતાએ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી, મુંબઈની ટીમમાંથી 'બેબી એબી' નુ ડેબ્યૂ
KKR vs MI: બંને ટીમોએ કેટલાક ફેરફાર કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:34 PM

IPL 2022 ની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ (KKR vs MI) સાથે થઈ રહ્યો છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ મહત્ત્વપૂર્ણ છે, જેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ બંને મેચ ગુમાવી છે. ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે. જોકે, ટોસની બાબતમાં કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે જીત મેળવીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચ માટે બંને ટીમોએ મોટા ફેરફારો કર્યા છે. ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર પેટ કમિન્સે (Pat Cummins) કોલકાતાની બોલિંગને મજબૂત કરવા વાપસી કરી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની મુશ્કેલીઓને દૂર કરવા માટે સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav) ને આ સિઝનમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યો છે.

ટૂર્નામેન્ટમાં પહેલાથી જ બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી KKRએ આ મોટી મેચ માટે બે ફેરફાર કર્યા છે. છેલ્લી બે મેચમાં સારું પ્રદર્શન કરવા છતાં ટિમ સાઉથીએ પોતાનું સ્થાન ખાલી કરવું પડ્યું છે અને તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કમિન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, શિવમ માવીની જગ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટના ઉભરતા ફાસ્ટ બોલર રસિક સલામનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગાનુયોગ, રાસિખ સલામે મુંબઈથી જ ડેબ્યુ કર્યું હતું.

મુંબઈના બે મહત્વપૂર્ણ ફેરફારો

જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવની વાપસીથી ટીમને મોટી રાહત મળી છે. જમણા હાથના બેટ્સમેન વિના ટીમની બેટિંગ નિર્જીવ દેખાતી હતી. તેને અનમોલપ્રીત સિંહની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે, જેનો પ્રથમ બે મેચમાં મળેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, મોટાભાગની નજર ડેવાલ્ડ બ્રેવિસ એટલે કે ‘બેબી એબી’ પર રહેશે. આ 18 વર્ષીય સાઉથ આફ્રિકાનો બેટ્સમેન આ મેચથી IPLમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટિમ ડેવિડની જગ્યાએ બ્રેવિસને પડતો મૂકવામાં આવ્યો છે. ડેવિડ પણ કોઈ અસર કરી શક્યો ન હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

KKR vs MI: આવી છે મુંબઈ અને કોલકાતાની પ્લેઇંગ XI

KKR: અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (WK), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી.

MI: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટિમાલ મિલ્સ, બેસિલ થમ્પી.

આ પણ વાંચો : IPL 2022: સિક્સર ફટકારવામાં માહિર આ સ્ફોટક ખેલાડી સામે જસપ્રીત બુમરાહ છે ભારે, આસાનીથી જાળમાં થઈ જાય છે શિકાર

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">