Jonny Bairstow Record: બેયરસ્ટોએ લીડ્સમાં ખાસ રેકોર્ડ બનાવ્યો, આ મામલામાં ઈંગ્લેન્ડના ઘણા મહાન ખેલાડીઓને પાછળ છોડ્યા

England vs New Zealand: ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટો (Jonny Bairstow) એ લીડ્ઝ ટેસ્ટ મેચ (Test Cricket) માં સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

Jonny Bairstow Record: બેયરસ્ટોએ લીડ્સમાં ખાસ રેકોર્ડ બનાવ્યો, આ મામલામાં ઈંગ્લેન્ડના ઘણા મહાન ખેલાડીઓને પાછળ છોડ્યા
Jonny Bairstow (PC: ICC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 7:30 AM

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે ટેસ્ટ સીરીઝ (Test Series) ની ત્રીજી મેચ લીડ્ઝમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) એ પ્રથમ દાવમાં 329 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) ની ટીમ બેટિંગ કરી રહી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા હતા. આ દરમિયાન જોની બેયરસ્ટો (Jonny Bairstow) એ ટીમ માટે સદી ફટકારી હતી. આ અણનમ સદીના કારણે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

જોની બેયરસ્ટોએ આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટો (Jonny Bairstow) ઈંગ્લેન્ડ તરફથી રમતા 5000 થી વધુ રન બનાવનાર 24મો બેટ્સમેન બન્યો છે. તેણે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ (Most Test Runs) ટેસ્ટ રન બનાવવાના મામલે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. આ ટેસ્ટ મેચમાં હાલ બેયરસ્ટોએ 86 ટેસ્ટ મેચની 153 ઇનિંગ્સમાં 5092 રન બનાવ્યા છે. તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં તેણે 10 સદી અને 22 અડધી સદી ફટકારી છે. જોની બેયરસ્ટોનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અણનમ 167 રન છે. આ દરમિયાન તેની એવરેજ 35.60 રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જોની બેયરસ્ટોએ ઇંગ્લેન્ડા આ દિગ્ગજોને પાછળ છોડ્યા

ઈંગ્લેન્ડ (England Cricket) માટે સૌથી વધુ ટેસ્ટ રન (Test Run) બનાવવાનો રેકોર્ડ એલિસ્ટર કૂક (Alastair Cook) ના નામે છે. ઇંગ્લેન્ડ ટીમના પુર્વ સુકાની એલિસ્ટર કુકે 161 મેચમાં 12472 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 33 સદી અને 57 અડધી સદી ફટકારી છે. એલિસ્ટર કૂકનો સર્વશ્રેષ્ઠ સ્કોર 294 રન રહ્યો છે. આ કિસ્સા માં ઇંગ્લેન્ડ ટીમના પુર્વ સુકાની અને હાલી ટીમમાં રમનાર જો રુટ (Joe Root) બીજા સ્થાને છે. જો રૂટે 120 મેચ માં 10199 રન બનાવ્યા છે. તેણે 27 સદી અને 53 અડધી સદી ફટકારી છે. ગ્રેહામ ગૂચ (Graham Gooch) 8900 રન સાથે ત્રીજા સ્થાને છે. ગ્રેહામ ગૂચે 20 સદી અને 46 અર્ધસદી ફટકારી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">