Jasprit Bumrah: શુ છે બેક સ્ટ્રેસ ફ્રેકચર? જેના કારણે જસપ્રીત બુમરાહને T20 Word Cup થી બહાર થવુ પડ્યુ

જે ઈજાના કારણે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપ (T20 Word Cup 2022) માંથી બહાર થઈ ગયો છે તે અચાનક થયેલી ઈજા નથી. આ ઈજાને કારણે તેની કારકિર્દીને પણ મોટો ઝટકો લાગ્યો છે.

Jasprit Bumrah: શુ છે બેક સ્ટ્રેસ ફ્રેકચર? જેના કારણે જસપ્રીત બુમરાહને T20 Word Cup થી બહાર થવુ પડ્યુ
Jasprit Bumrah ને પીઠમાં દુઃખાવાની સમસ્યા સતાવી રહી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 7:22 PM

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપ 2022 (T20 Word Cup 2022) માંથી બહાર છે. બુમરાહના સ્ટ્રેસ ફ્રેક્ચરે પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામેની પ્રથમ ટી20 મેચ પણ રમી શક્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને બેક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે, પરંતુ તેને સર્જરીની જરૂર નથી. તેને સાજા થવામાં લગભગ 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. તેને ભૂતકાળમાં પણ આવી ઈજાનો સામનો કરવો પડ્યો હતો.

બુમરાહને 2019માં પહેલીવાર આ ઈજા થઈ હતી અને હવે T20 વર્લ્ડ કપ પહેલા આ ઈજાએ ભારતને હચમચાવી નાખ્યું છે. વાસ્તવમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેણે કમરમાં દુખાવાની ફરિયાદ કરી હતી. BCCI ની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે.

બેક સ્ટ્રેચ ફ્રેક્ચર શું છે?

બુમરાહ બેક સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. આ સ્ટ્રેચ ફ્રેક્ચર શું સમસ્યા છે, જેણે બુમરાહ સહિત ઘણા બોલરોને લાંબા સમય સુધી મેદાનની બહાર રાખ્યા હતા. આ પહેલા જાણવું પણ જરૂરી છે. વાસ્તવમાં હાડકાં જીવંત ટિશ્યૂ હોય છે અને જો તેના પર વધુ દબાણ કરવામાં આવે તો તેને નુકસાન થાય છે. સોજો આવવા સંબંધી કોષો વધવા અથવા હાડકાંમાં સોજો આવવાને બોન સ્ટ્રેસ ઈન્જરી અથવા સ્ટ્રેસ રિએક્શન કહેવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો તમે ધ્યાન ન આપો તો ફ્રેક્ચર થાય છે

ઈજા એમઆરઆઈ દ્વારા ખ્યાલ આવે છે, પરંતુ જ્યારે તે ધ્યાનમાં ન આવે ત્યારે સોજો ફ્રેક્ચરમાં ફેરવાય છે, કારણ કે કોર્ટેક્સ એટલે કે હાડકાનુ બાહ્ય પડ ફાટી ગયુ હોય છે. ફાસ્ટ બોલરોની પીઠના નીચેના ભાગમાં આવા ફ્રેક્ચર થતા હોય છે. કરોડરજ્જુને ખેંચીને દબાવવાથી આ ભાગ પર દબાણ આવે છે.

બુમરાહને ત્રણ વખત સ્ટ્રેસ ફ્રેક્ચર

ભારતના સ્ટાર બોલર બુમરાહને ત્રીજી વખત સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે. અગાઉ 2019 માં, પ્રથમ વખત સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. પછી આ વર્ષે જુલાઈમાં અને હવે સપ્ટેમ્બરમાં તેને પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું. બુમરાહ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ આ પ્રકારની ઈજાથી ઝઝૂમી ચૂક્યો છે.

હાર્દિક પંડ્યા ને પણ સમસ્યા સર્જાઈ હતી

એશિયા કપ 2018માં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પંડ્યાને પીઠમાં ઈજા થઈ હતી. તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેને તે ઈજામાંથી બહાર આવવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. પંડ્યા ઈજા બાદ મેદાનમાં પરત ફર્યો હતો. IPL 2020 અને IPL 2021 માં તેના દ્વારા એક પણ ઓવર નાખવામાં આવી નહોતી.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">