T20 World Cup: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ જસપ્રિત બુમરાહે કહ્યુ છ મહિના થી ઘર-પરિવાર થી દૂર છીએ

ICC વર્લ્ડ કપ-2021 (T20 World Cup-2021) ની બીજી મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે અને આ સાથે જ તેનો સેમિફાઈનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

T20 World Cup: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ જસપ્રિત બુમરાહે કહ્યુ છ મહિના થી ઘર-પરિવાર થી દૂર છીએ
Jasprit Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:38 AM

ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021) માં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હાર ભારતીય ટીમને મળી છે. હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના મુખ્ય બોલરોમાંથી એક જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), બાયો બબલમાં રહેવાની પરેશાનીઓને કહેવા આગળ આવ્યો છે. તેણે સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી છે. કોવિડને કારણે, આજકાલ ટીમોએ સમગ્ર શ્રેણી દરમિયાન બાયો બબલમાં રહેવું પડે છે. બાયો બબલ બનાવવામાં આવે છે, જેથી ટીમના સભ્યોને કોઈપણ રીતે કોવિડનો ચેપ ન લાગે.

ખેલાડીઓ કે સ્ટાફ આ બાયો બબલમાંથી બહાર જઈ શકતા નથી. કારણ કે તેનાથી કોવિડના સંક્રમણ નો ખતરો છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓ IPL-2021માં ભાગ લઈ રહ્યા હતા. આમાં પણ ખેલાડીઓ બાયો બબલમાં હતા. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ખેલાડીએ બાયો બબલમાં રહેવાથી આવતી મુશ્કેલીઓ વિશે વાત કરી હોય. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ આ વિશે વાત કરી ચૂક્યા છે.

બુમરાહે રવિવારે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, સ્વાભાવિક છે કે તમારે અમુક સમયે બ્રેકની જરૂર હોય છે. તમે તમારા પરિવારને યાદ કરો છો. તમે છ મહિનાથી સતત રમી રહ્યા છો. આમ તો ક્યાંક ને ક્યાંક મન પર તેની અસર થાય છે, પરંતુ જ્યારે તમે મેદાનમાં હોવ ત્યારે તમે તેના વિશે વિચારતા નથી. તમે ઘણી બધી બાબતોને નિયંત્રણમાં રાખી શકતા નથી. કોણ, ક્યારે, કોની સાથે રમશે તે આખો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. એટલા માટે બબલમાં રહેવું અને આટલા લાંબા સમય સુધી તમારા પરિવારથી દૂર રહેવું, તે ખેલાડીના મનને અસર કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બીસીસીઆઈએ પ્રયાસ કર્યો હતો

જોકે બુમરાહે કહ્યું છે કે BCCIએ ખેલાડીઓને આરામદાયક રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું, જો કે, BCCIએ ખેલાડીઓને આરામદાયક રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો છે. આ સમયે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે ખૂબ જ મુશ્કેલ છે. રોગચાળો ચાલુ છે. અમે અનુકૂળ કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ બબલનો થાક, માનસિક થાક બધુ અસર કરે છે. તમે એક જ વસ્તુ વારંવાર કરો છો. તે આ જ પ્રમાણે છે. તમે અહીં વધુ નિયંત્રિત કરી શકતા નથી.

ભારતની હાર પર આ વાત કહી

ભારતને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે કિવી ટીમ સામે માત્ર 111 રનનો પડકાર આપ્યો હતો. કિવી ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પરાજયથી ભારતની સેમિફાઇનલમાં જવાની આશાને મોટો ફટકો પડ્યો છે અને તેનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે તેને છેલ્લી ત્રણ મેચમાં જીતની જરૂર પડશે. બુમરાહે જણાવ્યું કે બેટ્સમેનો સાથે કેવા પ્રકારની ચર્ચા ચાલી રહી હતી.

તેણે કહ્યું, એકવાર તમે ટોસ હાર્યા પછી બીજા દાવમાં વિકેટ બદલાઈ જાય છે. તેથી મેં વિચાર્યું કે આપણે બોલરોને થોડો અવકાશ આપવો જોઈએ. આવી જ ચર્ચા બેટ્સમેનો સાથે પણ થઈ રહી હતી. અમે થોડા વહેલા આક્રમક બની ગયા અને લાંબી બાઉન્ડ્રીને કારણે થોડી મુશ્કેલી પડી. તેમણે ધીમા બોલનો શાનદાર ઉપયોગ કર્યો હતો. તેમણે વિકેટનો શાનદાર ઉપયોગ કર્યો અને અમારા બેટ્સમેન માટે મોટા શોટ મારવાનું મુશ્કેલ બનાવી દીધું. સિંગલ્સ પણ આવતા ન હતા.

આ પણ વાંચોઃ India vs New Zealand: ન્યુઝીલેન્ડનો ભારત સામે આસાન વિજય, ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની

આ પણ વાંચોઃ T20 World Cup 2021: લૂધીયાણામાં જન્મેલા મૂળ ભારતીય બોલર ન્યુઝીલેન્ડ વતી રમી ટીમ ઇન્ડિયા માટે આફત બન્યો, ભારત માટે સેમી ફાઇનલમાં પહોંચવુ કપરું બનાવી દીધુ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">