ઇંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહ પી રહ્યો છે ખાસ પાણી, આ છે 3 મોટા ફાયદા
જસપ્રીત બુમરાહ પણ હવે સ્પેશિયલ પાણી પીવા લાગ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ દરમિયાન તે આ સ્પેશિયલ પાણી પીતા જોવા મળ્યો હતો. હવે સવાલ એ છે કે, આ પાણીની ખાસિયત શું છે અને તેના ફાયદા શું છે?

અત્યારસુધી ટીમ ઈન્ડિયામાં માત્ર વિરાટ કોહલી વિશે સાંભળ્યું હતુ કે, તે અલગ પાણી પી રહ્યો છે. પરંતુ હવે આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહનું નામ સામે આવ્યું છે. કારણ કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર બુમરાહ આ ખાસ પાણી પીતા જોવા મળ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ આ પાણી પીતા જોવા મળ્યો હતો. બુમરાહ જે પાણી પી રહ્યો હતો. તેની પોતાની ખાસિયત છે અને આ પાણી પીવાના 3 ફાયદા પણ છે.
બુમરાહ જે પાણી પી રહ્યો છે તેમાં શું ખાસ છે?
લીડ્સ ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ જે કંપનીનું પાણી પીતા જોવા મળ્યો હતો. તે પાણી ઈંગ્લેન્ડની કંપની જ બનાવે છે. સામાન્ય રીતે આ પાણી ખેલાડીઓને વધુ કસરત કરવા, કે પછી થાક અને શરીરમાં સોજો હોય ત્યારે પીવે છે.આવી કંડીશનમાં ખેલાડીઓ એવા પાણી પીવાનું પસંદ કરે છે. જેનું PH વેલ્યુ 7થી ઉપર હોય છે. બુમરાહ પણ જે પાણી લીડ્સ ટેસ્ટ દરમિયાન પીવે છે. તેની ખાસ વાત એ છે કે, તેનું PH વેલ્યુ ન્યુટ્રલથી વધારે હોય છે.
View this post on Instagram
ખાસ પાણી પીવાના 3 મોટા ફાયદા
હવે આ પાણી પીવાથી અનેક ફાયદા છે. આના આમ જોઈએ તો 3 ફાયદા છે.આ પ્રકારના પાણીમાં આલ્કલાઈન વોટરના પાણીથી એસિડીટી ઓછી થાય છે. બીજું થાક લાગતો નથી અને ત્રીજુ શરીરની રિકવરી જલ્દી થાય છે. આ 3 કારણની અસર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ દરમિયાન ભારતીય ટીમનો ખેલાડી આ ખાસ પાણીનો ઉપયોગ કરી રહ્યો છે.બુમરાહ આ પાણી પીતા જોવા મળ્યો હતો.
બુમરાહ માટે ખાસ પાણી કેમ જરૂરી છે?
બુમરાહ માટે આ પાણી જરુરી છે. આવું એટલા માટે કારણ કે, તેના શરીર પર વર્કલોડની વધારે અસર ન જોવા મળે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં જસપ્રીત બુમરાહ ભારતનો મહત્વનો ખેલાડી છે. જેમાં તેને કોઈ ઈજા અને થાકથી બચીને રહેવાની ખુબ જરુર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો એક પુરાવો એ હોઈ શકે છે કે તેમને પીવા માટે ખાસ પાણી આપવામાં આવી રહ્યું છે, જેનું PH મૂલ્ય 7 થી વધુ છે.