IPL 2024 DC v RR : 4,4,4,6,4,6…જેક ફ્રેઝર મેગાર્કે તોફાની અડધી સદી ફટકારી મચાવી તબાહી, ખાસ ‘હેટ્રિક’ બનાવી

દિલ્હી કેપિટલ્સના ઓપનર જેક ફ્રેઝર મેગાર્કે રાજસ્થાન રોયલ્સ સામે તોફાની અડધી સદી ફટકારી હતી. મેગાર્કે અવેશ ખાનની એક જ ઓવરમાં 28 રન બનાવ્યા હતા. મેગાર્કે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં એક ખાસ હેટ્રિક પણ પોતાના નામે કરી લીધી હતી.

IPL 2024 DC v RR : 4,4,4,6,4,6…જેક ફ્રેઝર મેગાર્કે તોફાની અડધી સદી ફટકારી મચાવી તબાહી, ખાસ ‘હેટ્રિક’ બનાવી
Jake Fraser McGurk
Follow Us:
| Updated on: May 07, 2024 | 9:39 PM

T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન ન મળ્યા બાદ, જેક ફ્રેઝર મેગાર્ક પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો અને આ જમણા હાથના બેટ્સમેને તબાહી મચાવી. દિલ્હી કેપિટલ્સના આ ઓપનરે રાજસ્થાન રોયલ્સના બોલરોની જાણે મજાક ઉડાવી હતી. મેગાર્કે અરુણ જેટલી સ્ટેડિયમમાં માત્ર 20 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. મોટી વાત એ છે કે મેગાર્કે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં એક ખાસ હેટ્રિક પણ પોતાના નામે કરી લીધી હતી.

એક જ ઓવરમાં 28 રન બનાવ્યા

જેક ફ્રેઝર મેગાર્કે આ સિઝનમાં ચાર અડધી સદી ફટકારી છે, જેમાંથી ત્રણ અડધી સદી 20થી ઓછા બોલમાં ફટકારી છે. મેગાર્કે તેની છેલ્લી બે અડધી સદી 15 બોલમાં ફટકારી હતી અને હવે તેણે દિલ્હી સામે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મેગર્કે રાજસ્થાન સામે 3 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. આ ખેલાડીએ અવેશ ખાનની એક જ ઓવરમાં 28 રન બનાવ્યા હતા.

Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલું કરી લો
'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો

તમામ 6 બોલ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારી

અવેશ ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને મેગાર્કે તેના તમામ 6 બોલ પર બાઉન્ડ્રી ફટકારી. મેગાર્કે અવેશના પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યાર બાદ તેણે છેલ્લા ત્રણ બોલ પર એક સિક્સર, એક ફોર અને પછી ફરી એક શાનદાર સિક્સર ફટકારી હતી.

IPL 2024માં મેગાર્કનું શાનદાર પ્રદર્શન

દિલ્હીનો આ ઓપનર પહેલીવાર IPL રમી રહ્યો છે અને તેની પહેલી જ સિઝનમાં મેગાર્કે 7 મેચમાં 309 રન બનાવ્યા છે. મોટી વાત એ છે કે મેગાર્કે 26 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકાર્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 235થી વધુ છે. મેગાર્ક પાવરપ્લેમાં ઘણો ખતરનાક સાબિત થયો છે. આ ખેલાડીએ અત્યાર સુધી પાવરપ્લેમાં 96 બોલમાં 245 રન બનાવ્યા છે, જેમાં 19 સિક્સર સામેલ છે. પાવરપ્લેમાં મેગાર્કનો સ્ટ્રાઈક રેટ 255થી વધુ છે. આટલો શાનદાર ખેલાડી હોવા છતાં, મેગાર્કને ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કર્યો નથી તે ખરેખર થોડું વિચિત્ર લાગે છે.

આ પણ વાંચો : IPL 2024: ધોનીના નવમાં નંબર પર રમવા પાછળનું સત્ય આવ્યું સામે, હરભજન-ઈરફાનને તેમના નિવેદન પર થશે પસ્તાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">