Ashes 2023: લોર્ડ્સ ટેસ્ટના એક દિવસ પહેલા જ ઇંગ્લેન્ડે પ્લેઈંગ-11ની કરી જાહેરાત
એશિઝ 2023ની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળ્યા બાદ બીજી ટેસ્ટમાં કમબેક કરવા ઇંગ્લેન્ડે ટીમમાં વધુ એક ફાસ્ટ બોલરનો સમાવેશ કર્યો છે અને અનુભવી સ્પિન બોલર ટીમમાંથી બહાર થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની એશિઝ સિરીઝની પહેલી મેચમાં હાર બાદ હવે બીજી મેચમાં ઈંગ્લેન્ડ વાપસી કરવા પર્યાસ કરશે. મેચના એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમે તેની પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે અને ટીમમાં એક મોટો ફેરફાર પણ કર્યો છે.
લોર્ડ્સ ટેસ્ટમાં જોશ ટંગનો સમાવેશ
એશિઝ શ્રેણીની બીજી મેચ બુધવારથી શરૂ થશે એ પહેલા ઈંગ્લેન્ડે મંગળવારે આ મેચ માટે તેની પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. આ મેચ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાનમાં રમાશે. મોઈન અલીએ પ્રથમ મેચ રમી હતી પરંતુ તે બીજી મેચમાં રમશે નહીં. મોઈન અલી આંગળીમાં ઈજાના કારણે બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ઈંગ્લેન્ડે ફાસ્ટ બોલર જોશ ટંગને પ્લેઈંગ-11માં પસંદ કર્યો છે.
📋 We can confirm our team for the second Ashes Test match at Lord’s.
Congratulations, Josh Tongue 🤝 #EnglandCricket | #Ashes
— England Cricket (@englandcricket) June 27, 2023
મોઈન અલી થયો બહાર
ટંગની ટીમમાં પસંદગી આશ્ચર્યજનક નિર્ણય છે કારણ કે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર રેહાન અહમદ મોઈન અલીની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે, પરંતુ એવું થયું નહીં અને જોશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લોર્ડ્સમાં કર્યું હતું ડેબ્યૂ
જોશ ટંગે આ મહિનાની શરૂઆતમાં આયર્લેન્ડ સામે લોર્ડ્સમાં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા આયર્લેન્ડની બીજી ઇનિંગમાં 66 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે આયર્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું. આયર્લેન્ડ બાદ હવે તે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે રમશે. જોશ અત્યાર સુધીમાં કુલ 48 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 167 વિકેટ લીધી છે. અને લિસ્ટ-Aમાં તેણે 15 મેચમાં 16 વિકેટ લીધી છે.
A special day 🥰
How good does it feel to be part of the team, @JoshTongue? 👇 #EnglandCricket | #Ashes pic.twitter.com/EvfloYCpzv
— England Cricket (@englandcricket) June 27, 2023
પાંચ ઝડપી બોલરોને સમાવેશ
ઈંગ્લેન્ડે લોર્ડસ ટેસ્ટની ટીમમાં એક પણ સ્પિનરનો સમાવેશ કર્યો નથી. ઇંગ્લિશ બોર્ડે ટીમમાં પાંચ ઝડપી બોલરોને જગ્યા આપી છે. તેમની પાસે જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જોશ ટંગ અને કેપ્ટન બેન સ્ટોક્સના રૂપમાં પાંચ ઝડપી બોલર છે. આ સિવાય એક વિકટ કીપર સહિત છ બેટ્સમેનો ટીમમાં સામેલ છે.
આ પણ વાંચોઃ World Cup 2023: ટીમ ઈન્ડિયા 9 શહેરોમાં રમશે વિશ્વકપની લીગ મેચ, જાણો કયા મેદાનમાં કેવો ધરાવે છે રેકોર્ડ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11
બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ડકેટ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, જોની બેરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જોશ ટંગ, જેમ્સ એન્ડરસન.