ઈશાન કિશને કર્યો રનોનો વરસાદ, 14 બોલમાં 62 રન ફટકારી બોલરોને કર્યા હેરાન

IPl 2022માં પ્રદર્શન કર્યા બાદ ઈશાન કિશનના (Ishan Kishan) ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ પ્રથમ મેચમાં જ તેણે શાનદાર ફિફ્ટી સાથે ફોર્મમાં વાપસીની શરૂઆત કરી હતી.

ઈશાન કિશને કર્યો રનોનો વરસાદ, 14 બોલમાં 62 રન ફટકારી બોલરોને કર્યા હેરાન
ishan kishan Fifty 1st t20 ind vs sa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:52 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા તેના ઘણા સિનિયર ખેલાડીઓ વિના રમાઇ રહી છે. કેટલાકને આરામ આપવામાં આવ્યો છે, કેટલાક ઈન્જર્ડ છે. આવી સ્થિતિમાં તે ખેલાડીઓ માટે મોટી તક છે જેઓ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગે છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) એવા ખેલાડીઓમાંથી એક છે જેના પર ટીમ ઈન્ડિયા ઘણા મહિનાઓથી દાવ લગાવી રહી છે. ઈશાને ટીમનો વિશ્વાસ જીતવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. ઈશાને સિરીઝની પ્રથમ T20 મેચમાં ધમાકેદાર અડધી સદી ફટકારીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

ગુરુવારે, 9 જૂને, દિલ્હીની આકરી ગરમીમાં ફિરોઝ શાહ કોટલા મેદાન પર પ્રથમ મેચ સાથે સિરીઝની શરૂઆત થઈ. દક્ષિણ આફ્રિકાની અનુભવી ટીમની સામે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ઘણા યુવા ખેલાડીઓ છે. ખાસ કરીને ટીમની ઓપનિંગ જોડી ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ હતી, જેઓ માત્ર થોડી જ મેચો સાથે રમ્યા હતા પરંતુ બંને બેટ્સમેનોએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા હતા. આ બંને ઓપનરે 50 રનની પાર્ટનરશીપ પણ કરી હતી.

ગાયકવાડના આઉટ થયા બાદ ઈશાને જવાબદારી લીધી અને વધુ આક્રમક બેટિંગ શરૂ કરી. આ દરમિયાન તેણે કેશવ મહારાજની ઓવરના પહેલા ચાર બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને 20 રન બનાવ્યા હતા. ઈશાને તેની ત્રીજી ટી20 ફિફ્ટી માત્ર 38 બોલમાં પૂરી કરી હતી. તેણે ખાસ કરીને એનરિક નોરખિયા, મહારાજ અને તબરેઝ શમ્સીને નિશાન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાના આ અગ્રણી બોલરો સામે રન બનાવ્યા. આખરે તે 13મી ઓવરમાં કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. ઈશાને પોતાની ઈનિંગમાં માત્ર 48 બોલમાં 76 રન બનાવ્યા જેમાંથી 62 રન માત્ર 14 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી બનાવ્યા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ઈશાન ઉપરાંત શ્રેયસ અય્યર અને કેપ્ટન ઋષભ પંતે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. અંતે હાર્દિક પંડ્યાએ માત્ર 12 બોલમાં અણનમ 31 રન ફટકારીને ટીમને 4 વિકેટે 211 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. તેમજ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પણ સૌથી મોટો T20 સ્કોર છે.

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">