IPL: પાકિસ્તાનનો બોલર IPL ના વખાણ કરવા લાગ્યો, કહ્યુ તેની સામે PSL ની તુલના થઇ શકે એમ નથી

પાકિસ્તાન (Pakistan) માં હવે IPL ના વખાણ થવા લાગ્યા છે. આમ તો આઇપીએલ ટુર્નામેન્ટ વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય લીગ છે.

IPL: પાકિસ્તાનનો બોલર IPL ના વખાણ કરવા લાગ્યો, કહ્યુ તેની સામે PSL ની તુલના થઇ શકે એમ નથી
Pakistan Player
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 12:12 PM

પાકિસ્તાન (Pakistan) માં હવે IPL ના વખાણ થવા લાગ્યા છે. આમ તો આઇપીએલ ટુર્નામેન્ટ વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય લીગ છે. તો વળી વિશ્વની સૌથી મોટી લીગ પૈકીને એક છે. આ લીગ વિશ્વભરના ફેન્સ અને ખેલાડીઓને આકર્ષીત કરે છે. આઇપીએલ એ ક્રિકેટની દુનિયાને અનેક નવા ખેલાડીઓ પણ શોધી આપ્યા છે. આઇપીએલને લઇને હવે પાકિસ્તાનમાં પણ ખુલ્લમ ખુલ્લા વખાણ થવા લાગ્યા છે. પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝ (Wahab Riaz) એ આઇપીએલને લઇને પોતાનો મત રજૂ કર્યો છે.

પાકિસ્તાનમાં એક મિડીયા વાતચીત દરમ્યાન વહાબ રિયાઝ એ કહ્યુ હતું કે, આઇપીએલ એક એવી લીગ છે, જ્યાં વિશ્વના તમામ ટોપ ખેલાડીઓ રમવા આવે છે. તેઓ ત્યાં રમે છે, તમે આઇપીએલ સાથે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની તુલના નથી કરી શકતા. મને લાગે છે કે, આઇપીએલ નું સ્તર બીલકુલ અલગ છે. તેની પ્રતિબદ્ધતા, જેમ કે તે લોકો બાબતોને ચલાવે છે, તેનો તાલમેલ બેસાડે છે. ખેલાડીઓને ડ્રાફ્ટ કરે છે. આ બધુ જ એક દમ થી અલગ જ હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાકિસ્તાની બોલરે સાતે જ એમ પણ કહ્યુ હતું કે, જ્યારે બોલીંગની વાત આવે છે ત્યારે, પીએસએલમાં જે રીતે બોલર મળે છે, તે પ્રકારના બોલર અન્ય ટી20 લીગમાં મળવા મુશ્કેલ છે. એક જ કારણ છે કે, PSL માં આપણને વધારે હાઇ સ્કોરીંગ મેચ જોવા નથી મળતી. જ્યારે અન્ય લીગોમાં એવુ વધારે થાય છે. જોકે વહાબે વાત વાતમાં આઇપીએલના સ્તર અને તેની ઉંચાઇને પાકિસ્તાન સમક્ષ રજૂ કરી હતી. જેની પ્રમાણમાં PSL ક્યાંય હજુ પાછળ જ નહી પણ તુલના જ નથી થઇ શકતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">