IPL 2022, Orange Cap: બેંગ્લોરને સિઝનમાં પ્રથમ જીત સાથે Faf du Plessis એ ઓરેન્જ કેપ માથા પર સજાવી લીધી

|

Mar 31, 2022 | 9:37 AM

IPL 2022, Orange Cap: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હાલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તે આ કારણોસર કેપને પાત્ર છે.

IPL 2022, Orange Cap: બેંગ્લોરને સિઝનમાં પ્રથમ જીત સાથે Faf du Plessis એ ઓરેન્જ કેપ માથા પર સજાવી લીધી
Faf du Plessis એ જોકે KKR સામે બેટ વડે ખાસ પ્રદર્શન કર્યુ નહોતુ

Follow us on

RCB ટીમે બુધવારે IPL 2022 ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ને હરાવીને લીગમાં તેની પ્રથમ જીત મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસે પોતાની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમને પ્રથમ વખત જીત અપાવી હતી. આ મેચ પછી, આ સિઝનમાં પ્રથમ વખત ઓરેન્જ કેપ (IPL Orange Cap) આપવામાં આવી હતી અને આ કેપ સૌપ્રથમ RCBના કેપ્ટન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis) ના માથા પર સજાવવામાં આવી હતી. ફાફ ચોક્કસપણે KKR સામે ફ્લોપ હતો પરંતુ તેની અગાઉની ઇનિંગ્સ તેને આ કેપ માટે લાયક બનાવવા માટે પૂરતી હતી.

આઈપીએલ ટ્રોફી સિવાય આ લીગમાં ખેલાડીઓ વચ્ચે જે એક વસ્તુ માટે યુદ્ધ છે તે છે ઓરેન્જ અને પર્પલ કેપ. દરેક મેચ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ રેસને પણ અસર કરે છે. બેટિંગમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર ખેલાડીના માથા પર IPL ઓરેન્જ કેપ સજાવવામાં આવે છે. તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવે છે. ઓરેન્જ કેપ મેચ-બાય-મેચ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જે તે સમયે સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં યાદીમાં ટોચ પર હોય.

ફાફ ડુ પ્લેસિસે ઓરેન્જ કેપ મેળવી

ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. તેણે પોતાના તત્કાલિન સાથી અને હવે આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ કરતાં માત્ર બે રન વધુ બનાવીને આ કેપ મેળવી હતી. તેને ફાફ ડુ પ્લેસીસથી આકરી ટક્કર મળી હતી, જેણે 633 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. જોકે, આ વખતે જ્યારે પહેલીવાર ઓરેન્જ કેપ આપવામાં આવી ત્યારે તે ફાફ ડુ પ્લેસિસના માથા પર શોભતી હતી.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જાણો કોણ કોણ સામેલ છે રેસમાં

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર છે. ફાફે લીગમાં અત્યાર સુધી બે મેચ રમી છે જેમાં તેણે 46.50 ની એવરેજથી 93 રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં 88 રન બનાવ્યા હતા. જોકે, તે KKR સામે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. બીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન છે જેણે પોતાની પ્રથમ મેચમાં 81 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદના એડન માર્કરમ છે, જેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને 57 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને તેની પ્રથમ મેચમાં 55 રન બનાવ્યા અને તે ચોથા સ્થાન પર છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સનો દીપક હુડ્ડા નીચા સ્ટ્રાઈક રેટના કારણે 55 રન સાથે પાંચમા સ્થાને છે.

સૌથી વધુ રન નોંધાવનાર ટોપ ફાઈવ બેટ્સમેન

ફાફ ડુ પ્લેસિસ (આરસીબી) 88 રન
ઈશાન કિશન (મુંબઈ ઈન્ડિયન્સ) 81 રન
એડન માર્કરમ (સનરાઈઝર્સ હૈદરાબાદ) 57 રન
સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) 55 રન
દીપક હુડા (લખનૌ સુપર જાયન્ટ્સ) 55 રન

 

આ પણ વાંચોઃ Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચોઃ IPL 2022: ઉમેશ અને વરુણે અંતિમ નંબરના ખેલાડી રહીને બેટીંગમાં કમાલ કરી દેખાડ્યો, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર જોવા મળ્યુ આમ

Next Article