IPL 2022: ઉમેશ અને વરુણે અંતિમ નંબરના ખેલાડી રહીને બેટીંગમાં કમાલ કરી દેખાડ્યો, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર જોવા મળ્યુ આમ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 128 રન બનાવ્યા. જેમાં 10 અને 11માં નંબરના બેટ્સમેનોએ 27 રનની ભાગીદારી કરીને યોગદાન આપ્યું હતું.
IPL 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) વચ્ચે રમાયેલી મેચમાં પહેલીવાર આવું કંઈક છેલ્લી 14 સીઝનમાં જોવા મળ્યું ન હતું. પ્રથમ વખત 10મા અને 11મા નંબરના બેટ્સમેને આવી ઈનિંગ રમી, જે પહેલા ક્યારેય જોવા મળી ન હતી. 10મા અને 11મા નંબરના બેટ્સમેન, જેમણે બેટથી અલગ જ ધમાલ મચાવી હતી, તે બંને ખેલાડી કોલકાતા નાઈટ રાઈડર્સના છે. ભલે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ હારી ગઈ. પરંતુ, ટીમની હારમાં પણ તે બંને ખેલાડીઓ આઈપીએલના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યા.
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની પ્રથમ મેચમાં 128 રન બનાવ્યા હતા. જેમાં 10 અને 11માં નંબરના બેટ્સમેનોએ 27 રનની ભાગીદારી કરીને યોગદાન આપ્યું હતું. KKR માટે યોગદાન આપનાર 10મા અને 11મા નંબરના બેટ્સમેન ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી હતા.
10મા અને 11મા નંબરના બેટ્સમેનનો કમાલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઉમેશ યાદવે 12 બોલમાં 18 રન બનાવ્યા હતા. બીજી તરફ વરુણ ચક્રવર્તી 16 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત 10 અને 11મા નંબરના બેટ્સમેને એક જ ઈનિંગમાં બે અંકમાં રન બનાવ્યા છે. 101 રનમાં ટીમની 9 વિકેટ પડી ગયા બાદ અંતે તેમની ઈનિંગનું પરિણામ હતું કે KKR પણ 128 રન સુધી પહોંચવામાં સફળ રહી.
This is the first time both the No.10 and No.11 batters scored in double digits in an IPL innings.
Umesh Yadav 18(12) Varun Chakravarthy 10*(16)#IPL2022 #KKRvRCB
— Kausthub Gudipati (@kaustats) March 30, 2022
ઉમેશ અને વરુણ વચ્ચેની 27 રનની ભાગીદારી માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે RCB સામેની મેચમાં જ નહીં પરંતુ IPL 2022માં 10મી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે.
સૌથી વધુ બોલનો રેકોર્ડ વરુણના નામે
વરુણ ચક્રવર્તીએ પોતાની ઇનિંગમાં 16 બોલનો સામનો કર્યો હતો. આ સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. 11મા નંબર પર બેટિંગ કરીને તે IPL ની એક ઇનિંગમાં સૌથી વધુ બોલનો સામનો કરનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 11માં નંબર પર બેટિંગ કરતી વખતે 15 બોલનો સામનો કરનાર ઈશાંત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. આ મામલામાં મોહમ્મદ સિરાજ ત્રીજા નંબર પર છે.
Most balls faced by a No.11 in IPL innings:
16 – CV Varun v RCB today 15 – Ishant Sharma v CSK, 2010 14 – Mohammed Siraj v CSK, 2021#IPL2022 #KKRvsRCB
— Kausthub Gudipati (@kaustats) March 30, 2022