AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિનના દીકરાએ IPLમાં પહેલીવાર કરી બેંટિગ, અમદાવાદમાં બનાવ્યા 13 રન અને લીધી 1 વિકેટ

GT vs MI : ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનના તેંડુલકરના દીકરા અર્જુનને બેંટિગ પર જોઈ લોકોને સચિનની યાદ આવી હતી. સચિનને પોતાના જીવનના 24 વર્ષ ક્રિકેટ રમીને દેશને ગૌરવ અપાવ્યું હતું. પ્રથમ ઈનિંગમાં તેણે 2 ઓવરમાં 9 રન આપીને 150મી આઈપીએલ મેચ રમી રહેલા રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી.

સચિનના દીકરાએ IPLમાં પહેલીવાર કરી બેંટિગ, અમદાવાદમાં બનાવ્યા 13 રન અને લીધી 1 વિકેટ
Arjun Tendulkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 11:54 PM
Share

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની 35મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ જોવા મોટી સંખ્યમાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ટોસ હારીને ગુજરાતની ટીમ પ્રથમ બેેંટિગ માટે ઉતરી હતી.  શુભમન ગિલની શાનદાર ફિફટી અને અભિનવ-ડેવિડ મિલરની આક્રમક ઈનિંગને કારણે 20 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 207 રન રહ્યો હતો.બીજી ઈનિંગમાં 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 152 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર આજે 55 રનથી જીત મેળવી હતી.

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન આજે મુંબઈ તરફથી ત્રીજી મેચ રમી રહ્યો હતો. આજે તે અમદાવાદની ધરતી પર પ્રથમ વાર આઈપીએલ મેચ રમી રહ્યો હતો. પ્રથમ ઈનિંગમાં તેણે 2 ઓવરમાં 9 રન આપીને 150મી આઈપીએલ મેચ રમી રહેલા રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેને આઈપીએલમાં પ્રથમ વાર બેંટિગ કરવાની તક મળી હતી. આ દરમિયાન તેણે મોહિત શર્માની ઓવરમાં એક શાનદાર સિક્સર ફટકારી હતી. તે 9 બોલમાં 13 રન બનાવી કેચ આઉટ થયો હતો.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનના તેંડુલકરના દીકરા અર્જુનને બેંટિગ પર જોઈ લોકોને સચિનની યાદ આવી હતી. સચિનને પોતાના જીવનના 24 વર્ષ ક્રિકેટ રમીને દેશને ગૌરવ અપાવ્યું હતું. ગુજરાત ટાઈટન્સની ટીમ 7 મેચમાં 5 જીત-2 હાર અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચમાં 3 જીત-4 હાર અને 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.

અર્જુને સચિન તેંડુલકરની અપાવી યાદ

મેચની મોટી વાતો

  • બોલર મોહમ્મદ શમી અમદાવાદમાં આઈપીએલની 100મી મેચ રમી છે.
  • વિકેટ કીપર રિદ્ધિમાન સાહા અમદાવાદમાં 150મી આઈપીએલની મેચ રમી છે.
  • સચિનના દીકરા અર્જુને અનદાવાદની ધરતી પર આઈપીએલ મેચમાં પ્રથમ વિકેટ લીધી.
  • શુભમન ગિલે આજે આઈપીએલ કરિયરની 17મી ફિફટી ફટકારી હતી.
  • ડેવિડ મિલર અને અભિનવ વચ્ચે 50 રનથી વધુની પાર્ટનશિપ થઈ હતી.
  • સૂર્યાકુમારે આજે 3 કેચ પકડયા હતા.
  • ગુજરાત ટાઈટન્સે આજે તેમનો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર 207 રન ઉભો કર્યો હતો.
  • પાવર પ્લેમાં મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 29 રન બનાવ્યા હતા. જે  આઈપીએલ 2023નો ત્રીજો સૌથી ઓછો પાવર પ્લે સ્કોર છે.
  • સચિન તેંડુલકરનો દીકરો અર્જુન આજે પ્રથમ વાર બેંટિગ માટે ઉતર્યો હતો. તેણે આઈપીએલનો પ્રથમ રન ગુજરાતની ધરતી પણ બનાવ્યો હતો.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન , શુભમન ગિલે 56 રન, હાર્દિક પંડયાએ 13 રન, વિજય શંકરે 19 રન, ડિવેડ મિલરે 46 રન, અભિનવ મનોહરે 42 રન, રાહુલ તેવટિયાએ 20 રન અને રાશિદ ખાને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 12 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા.

બીજી ઈનિંગમાં નૂર અહેમદે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહિત શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડયાએ 2 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્જુન તેંડુલકરે 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કાર્તિકેય, મેરેડિથ અને બેહરનડોર્ફે 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 2 રન, ઈશાન કિશને 13 રન, કેમરુન ગ્રીને 33 રન, તિલક વર્માએ 2 રન, સૂર્યાકુમારે 23 રન, ટિમ ડેવિડે 0 રન, વાધેલાએ 40 રન, પિયુષ ચાવલાએ 18 રન અને અર્જુન તેંડુલકરે 13 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 સિક્સર અને 8 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ  : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, અર્જુન તેંડુલકર, રિલે મેરેડિથ, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

મુંબઈ ઈન્ડિયન્સના ઈમ્પેક્ટ પ્લેયર : રમનદીપ સિંહ, તિલક વર્મા, શમ્સ મુલાની, વિષ્ણુ વિનોદ, સંદીપ વૉરિયર

ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા

ગુજરાત ટાઇટન્સના ઈમ્પેક્ટ પ્લેયર : જોશુઆ લિટલ, દાસુન શનાકા, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">