AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Auction: 273 દેશી અને 132 વિદેશી ખેલાડીઓ માટે થશે હરાજી, જુઓ 405 ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL Auction 2023 Registered Players: શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

IPL 2023 Auction: 273 દેશી અને 132 વિદેશી ખેલાડીઓ માટે થશે હરાજી, જુઓ 405 ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL Auction 2023 Registered PlayersImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 8:11 PM
Share

આઈપીએલ 2023 માટે 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં ખેલાડીઓનું ઓક્શન યોજાશે. આ ઓક્શન બપોરે 2.30 કલાકે શરુ થશે. આ ઓક્શન જીયો સિનેમા અને સ્ટાર સ્પોટર્સ નેટવર્ક પર લાઈવ જોવા મળશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. કેપ્ડ ખેલાડી – જે પહેલા ઈન્ટનેશનલ મેચ રમ્યા હોય અને અનકેપ્ડ ખેલાડીઓ એટલે જે પહેલા ક્યારેય ઈન્ટરનેશનલ મેચ રમ્યા ન હોય. આ ખેલાડીઓમાં 4 ખેલાડીઓ એસોસિએટ દેશના પણ હશે.

આઈપીએલ 2023ની ઓક્શન માટે 19 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે. જ્યારે 20 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1 કરોડ રુપિયા છે. 11 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ છે. મોટી બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓમાં મોટા ભાગે વિદેશી ખેલાડીઓ છે. જેમાંથી મંયક અગ્રવાલ અને મનિષ પાંડેની બેઝ પ્રાઈઝ 1 કરોડ રુપિયા છે.

405 ખેલાડીઓનું પુરૂ લિસ્ટ

આ ક્રમમાં ખેલાડીઓ પર લગાવશે બોલી

સેટ-1: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, અજિંક્ય રહાણે, જો રૂટ, રિલી રુસો અને કેન વિલિયમસન

સેટ-2: સેમ કુરન, કેમરોન ગ્રીન, શાકિબ અલ હસન, જેસન હોલ્ડર, સિકંદર રઝા, ઓડિયન સ્મિથ, બેન સ્ટોક્સ

સેટ-3: ટોમ બેન્ટન, લિટન દાસ, હેનરિક ક્લાસેન, કુસલ મેન્ડિસ, નિકોલસ પૂરન, ફિલિપ સોલ્ટ

સેટ-4: ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, જે.જે. રિચર્ડસન, ઈશાંત શર્મા, ટોપ્લી, ઉનડકટ

2 કરોડની બ્રેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

ટોમ બેન્ટન, સેમ કુરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, કેન વિલિયમસન, એડમ મિલ્ને, જીમી નીશમ, રિલી રોસોઉ, રસી વાન ડેર ડ્યુસેન, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન

1.5 કરોડની બ્રેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

સીન એબોટ, રિલે મેરેડિથ, જ્યે રિચર્ડસન, એડમ ઝામ્પા, શાકિબ અલ હસન, હેરી બ્રૂક, વિલ જેક્સ, ડેવિડ મલાન, જેસન રોય, શેરફેન રધરફોર્ડ, નાથન કુલ્ટર-નાઇલ

1 કરોડની બ્રેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

મયંક અગ્રવાલ, મનીષ પાંડે, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, મોઈસેસ હેનરિક્સ, એન્ડ્રુ ટાય, જો રૂટ, લ્યુક વૂડ, માઈકલ બ્રેસવેલ, કાઈલ જેમીસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, હેનરીચ ક્લાસેન, તબ્રેઈઝ શમ્સી, કુસલન, રો પર્સન ચેઝ, રાખીમ કોર્નવોલ, શાઈ હોપ, ડેવિડ વિઝ

g clip-path="url(#clip0_868_265)">