IPL 2023 Auction: ‘ફિફા ફીવર’ બાદ હવે જોવા મળશે ‘આઈપીએલ ફીવર’, જાણો આઈપીએલ 2023 ઓક્શનની તારીખ, સમય અને સ્થળ
IPL 2023 Auction Date and Time: ફિફા વર્લ્ડકપ બાદ હવે વિશ્વમાં આઈપીએલનો રોમાંચ જોવા મળશે. દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલ ઓક્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ હાલમાં આઈપીએલ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિફા વર્લ્ડકપના રોમાંચ બાદ હવે દુનિયામાં આઈપીએલનો રોમાંચ જોવા મળશે. જેની શરુઆત આઈપીએલ 2023ના ઓક્શનથી થશે. આઈપીએલ 2023 માટે આ અઠવાડિયામાં બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આઈપીએલની 16મી સિઝન માટે 10 ટીમો ખેલાડીઓની હરાજીમાં બોલી લગાવતી જોવા મળશે. તેવામાં ચાલો જાણીએ આઈપીએલ 2023 ઓક્શનની તારીખ, સમય અને સ્થળ વિશે.
આઈપીએલ 2023માં તમામ 10 ટીમોમાં 25 ખેલાડીઓ લઈ શકાશે. જોકે મોટાભાગની ટીમો પોતાની પસંદગીના મુખ્ય ખેલાડીઓને રિટેન કરી ચૂક્યા છે. હવે આઈપીએલ 2023માં 10 ટીમો 87 દેશી ખેલાડીઓ અને 30 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. આ ખેલાડીઓની જગ્યા ભરવા માટે આઈપીએલ 2023 ઓક્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.
આઈપીએલ 2023 ઓક્શનની તારીખ, સમય અને સ્થળ
આઈપીએલ 2023 માટે આ વર્ષે કોચ્ચિમાં ખેલાડીઓનું ઓક્શન રાખવામાં આવ્યુ છે. આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આ વર્ષે માત્ર એક દિવસમાં આઈપીએલ ઓક્શન પૂરુ થાય તેવુ અનુમાન છે. આ ઓક્શન જીયો સિનેમા અને સ્ટાર સ્પોટર્સ નેટવર્ક પર લાઈવ જોવા મળશે.
આઈપીએલ 2023 ઓક્શનના નિયમો
- દરેક ટીમની ફ્રેન્ચાઈઝી કુલ બજેટના માત્ર 75% ખર્ચ કરવા માટે મર્યાદિત રહેશે.
- દરેક ટીમની ફ્રેન્ચાઈઝીમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ જ હોઈ શકે છે.
- આઈપીએલ 2023ની ઓક્શનમાં પાછલા વર્ષોની જેમ રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો વિકલ્પ રહેશે નહીં.
આઈપીએલ 2023ની મેચો આ મેદાનમાં રમાશે
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
- ઈડન ગાર્ડન્સ
- વાનખેડે સ્ટેડિયમ
- બ્રેબોર્ન – CCI
- ડીવાય પાટીલ સ્ટેડિયમ
- મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ
આઈપીએલ 2023 ઓક્શન માટેના ખેલાડીઓ
આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. કેપ્ડ ખેલાડી – જે પહેલા ઈન્ટનેશનલ મેચ રમ્યા હોય અને અનકેપ્ડ ખેલાડીઓ એટલે જે પહેલા ક્યારેય ઈન્ટરનેશનલ મેચ રમ્યા ન હોય. આ ખેલાડીઓમાં 4 ખેલાડીઓ એસોસિએટ દેશના પણ હશે. જુઓ આઈપીએલ 2023ના ઓક્શનમાં જે 405 ખેલાડીની હરાજી થશે, તે ખેલાડીઓની સંપૂર્ણ લિસ્ટ.
દરેક ટીમમાં કુલ 25 ખેલાડીઓની જગ્યા હોય છે. તમામ ટીમો એ પોતાના કેટલાક ખેલાડીઓએને રીટેન કર્યા છે. તેમના સિવાય જેટલી જગ્યા બચી છે તેના માટે તમામ ટીમો ઓક્શનમાં બોલી લગાવશે. આઈપીએલમાં ખેલાડીઓ ખરીદવા માટે જેટલા પૈસાની અનુમતિ હોય છે, તેમાંથી જેટલી રકમ બચી તેના દ્વારા આ ઓકશનમાં બોલી લગાવી શકાશે. હાલમાં સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે છે, જ્યારે સૌથી આછુ બજેટ કોલકતાની ટીમ પાસે છે.