AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ટીમ માલિકની અનોખી ઓફર, “પ્રાઇવેટ વિમાનમાં તમારા બેડ સુધી છોડી દઈશ…બસ તમે રમવા આવો…”

ક્રિકેટરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં, એક IPL ટીમના માલિકે તેમને મેચ રમવા માટે ખાનગી વિમાન મોકલવાની ઓફર કરી હતી.

IPL 2026 : ટીમ માલિકની અનોખી ઓફર, પ્રાઇવેટ વિમાનમાં તમારા બેડ સુધી છોડી દઈશ...બસ તમે રમવા આવો...”
| Updated on: May 04, 2026 | 6:01 PM
Share

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર Mark Woodએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને ક્રિકેટ ફેન્સ પણ ચોંકી ગયા છે. IPL દરમિયાન એક ટીમના માલિકે તેને ગંભીર બીમારી હોવા છતાં મેચ રમવા માટે ખાનગી વિમાન મોકલવાની ઓફર કરી હતી.

માર્ક વુડ IPLમાં બહુ ઓછી મેચ રમ્યો છે, પરંતુ તેના અનુભવો ખૂબ જ અનોખા રહ્યા છે. તેણે BBCના “સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ” પોડકાસ્ટમાં જણાવ્યું કે સીઝનની મધ્યમાં તે અચાનક બીમાર પડી ગયો હતો. તે સમયે તેની હાલત એવી હતી કે તે પથારીમાંથી ઊભો પણ થઈ શકતો ન હતો.

ડોક્ટરો દર અડધા કલાકે મારી તપાસ કરવા આવતા

વુડે કહ્યું કે, “પાંચ મેચ રમ્યા પછી હું અસ્વસ્થ લાગતો હતો. મારી આગામી મેચ માત્ર ત્રણ દિવસ બાદ હતી. ડોક્ટરો દર અડધા કલાકે મારી તપાસ કરવા આવતા હતા. એ દરમિયાન ટીમના માલિકનો ફોન આવ્યો અને તેણે મારી હાલત વિશે પૂછ્યું.”

તેણે આગળ કહ્યું, “મેં તેમને કહ્યું કે મેં કંઈ ખાધું કે પીધું નથી અને હું ઊભો પણ રહી શકતો નથી. છતાં માલિકે કહ્યું કે અમે તમારા માટે બીજા ડોક્ટરને બોલાવીશું. બીજા દિવસે ફરી તેણે મારી તબિયત વિશે પૂછ્યું.”

તમારા માટે ખાનગી વિમાન મોકલીશ – ટીમ માલિક

આ પછી જે ઓફર આવી તે ખરેખર ચોંકાવનારી હતી. વુડે કહ્યું, “માલિકે મને કહ્યું કે હું તમારા માટે ખાનગી વિમાન મોકલીશ. તમે સીધા વિમાનમાં આવી જાઓ, મેચ રમી લો અને પછી એ જ વિમાન તમને પાછા તમારા પલંગ સુધી પહોંચાડી દેશે.”

આ ઓફર સાંભળીને વુડ પોતે પણ આશ્ચર્યમાં પડી ગયો. તેણે તરત જ પોતાના પિતાને ફોન કર્યો અને આ વાત જણાવી. તેના પિતાએ સ્પષ્ટ રીતે સલાહ આપી કે આવી સ્થિતિમાં મેચ રમવી યોગ્ય નથી, કારણ કે તે બેહોશ પણ થઈ શકે છે. આખરે, વુડે પોતાની તબિયતને પ્રાથમિકતા આપી અને મેચ ન રમવાનો નિર્ણય લીધો.

માહિતી મુજબ, માર્ક વુડ IPLમાં Lucknow Super Giants અને Chennai Super Kings માટે રમ્યો છે. તેણે અત્યાર સુધી IPLમાં કુલ 5 મેચોમાં 11 વિકેટ ઝડપી છે.

IPL 2026: શું Shubman Gill IPL બાદ કરશે લગ્ન? ટોસ દરમિયાન આપ્યો આવો જવાબ

Follow Us
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">