Prince Yadav : જાણો કોણ છે નજફગઢનો પ્રિન્સ, જેની સામે ટ્રેવિસ હેડે કર્યું આત્મસમર્પણ
SRH vs LSG : લખનૌ સુપરજાયન્ટ્સનો ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અચાનક ચર્ચામાં આવી ગયો છે, કારણ કે ટ્રેવિસ હેડે તેની સામે શરણાગતિ સ્વીકારવી છે. આ જમણા હાથના ઝડપી બોલરે ટ્રેવિસ હેડને 47 રનમાં બોલ્ડ આઉટ કર્યો હતો. આ ખેલાડી વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણો.

પ્રિન્સ યાદવ… બહુ ઓછા લોકો આ નામથી વાકેફ હશે, પણ હવે દુનિયા આ ફાસ્ટ બોલર વિશે જાણવા માંગે છે. કારણ કે તેણે એવા બેટ્સમેનને આઉટ કર્યો છે જેની સામે શ્રેષ્ઠ બોલરોની લાઈન-લેન્થ પણ બગડી જાય છે. હા, પ્રિન્સ યાદવે IPL 2025ની સાતમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. ટ્રેવિસ હેડે આ મેચમાં 47 રન બનાવ્યા, તેણે 3 છગ્ગા, 5 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ પ્રિન્સ સામે તેનું બેટ ન ચાલ્યું. ચાલો તમને જણાવીએ કે ટ્રેવિસ હેડને આઉટ કરનાર પ્રિન્સ યાદવ કોણ છે?
નજફગઢનો પ્રિન્સ IPL 2025માં છવાયો
લખનૌનો ઝડપી બોલર પ્રિન્સ યાદવ દિલ્હીનો રહેવાસી છે. તેનો જન્મ નજફગઢના દરિયાપુર ગામમાં થયો હતો અને તેણે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ પછી તે સ્પોર્ટિંગ ક્લબમાં જોડાયો અને અમિત વશિષ્ઠે તેને કોચિંગ આપ્યું. આ દરમિયાન દિલ્હીના ઝડપી બોલર પ્રદીપ સાંગવાન અને ઓલરાઉન્ડર લલિત લાંબાએ પ્રિન્સ યાદવને આગળ વધવામાં મદદ કરી.
ડોમેસ્ટિકમાં મજબૂત પ્રદર્શન
જમણા હાથના ઝડપી બોલર પ્રિન્સ યાદવે દિલ્હી પ્રીમિયર લીગ દ્વારા સફેદ બોલના ક્રિકેટમાં પોતાની છાપ છોડી. 2024 સિઝનમાં તે ઋષભ પંતના નેતૃત્વ હેઠળની ટીમ પુરાની દિલ્હી 6 માટે રમ્યો, જ્યાં બોલની ગતિ બદલવાની તેની ક્ષમતાએ બધાનું ધ્યાન ખેંચ્યું. દસ મેચમાં 13 વિકેટ લીધા બાદ તેને દિલ્હી ટીમમાં સફેદ બો ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી, જોકે આ પહેલા તે બે રણજી ટ્રોફી મેચ રમી ચૂક્યો છે.
You miss, I hit
Prince Yadav gets the huge wicket of Travis Head as his maiden #TATAIPL dismissal
Updates ▶ https://t.co/X6vyVEuZH1#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/VT3yLLlN9J
— IndianPremierLeague (@IPL) March 27, 2025
વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીનો સૌથી સફળ બોલર
પ્રિન્સે 2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે તેની પહેલી T20 મેચ રમી હતી, જે IPL 2025 મેગા ઓક્શનના એક દિવસ પહેલા થઈ હતી. આ મેચમાં તેણે દિલ્હીની સરળ જીતમાં બે મોટી વિકેટો (નીતિશ રાણા અને સમીર રિઝવી) લીધી હતી. બીજા જ દિવસે, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પોતાની પહેલી જ સૈયદ મુશ્તાક અલી સિઝનમાં પ્રિન્સે 7.54 ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી અને દિલ્હીનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો અને ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ તે 50 ઓવરની વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીનો સૌથી સફળ બોલર રહ્યો, તેણે છ મેચમાં 22 ની સરેરાશથી 11 વિકેટ લીધી હતી.
હેડને આઉટ કરી પ્રતિભા સાબિત કરી
પ્રિન્સ યાદવની આ સફર દિલ્હીની સ્થાનિક ક્રિકેટ લીગથી શરૂ થઈ અને IPL સુધી પહોંચી. બોલિંગમાં તેની વિવિધતા અને મેચના મહત્વપૂર્ણ તબક્કે વિકેટ લેવાની ક્ષમતાએ તેને ખાસ બનાવ્યો છે. તેણે IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે અત્યાર સુધી ફક્ત બે મેચ રમી છે અને હેડને આઉટ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
આ પણ વાંચો: SRH vs LSG : શાર્દુલ ઠાકુર સામે કાવ્યા મારનનું ‘AI’ નિષ્ફળ, હૈદરાબાદમાં આ રીતે બગાડ્યો ખેલ