સંન્યાસ લીધા બાદ IPL 2025માં એન્ટ્રી, રિટાયરમેન્ટના 30 દિવસ બાદ RCBએ આપી મોટી જવાબદારી

|

Jul 01, 2024 | 12:25 PM

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમ્યો હતો. સીઝન પૂર્ણ થયા બાદ તેમણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ફરી એક વખત તેમણે આરસીબીમાં એન્ટ્રી કરી લીધી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર તરીકે નહિ રમે, જાણો શેમાં મેળવ્યું છે સ્થાન,

સંન્યાસ લીધા બાદ IPL 2025માં એન્ટ્રી, રિટાયરમેન્ટના 30 દિવસ બાદ RCBએ આપી મોટી જવાબદારી

Follow us on

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024ની સીઝન પૂર્ણ થયા બાદ રિટાયરમેન્ટ લઈ લીધું છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ માટે વિકેટકીપરની સાથે સાથે ફિનિશરની પણ ભુમિકા નિભાવી હતી. તેમણે તેની ધુંઆધાર બેટિંગથી ચાહકોનું દિલ પણ જીતી લીધું હતુ. રિટાયરમેન્ટ બાદ ફરી એક વખત આરસીબીમાં વાપસી કરી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર નહિ પરંતુ આરસીબીની ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ 2025 માટે એક નવું નામ સોંપ્યું છે.

ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં 22 મેના રોજ પોતાની છેલ્લી મેચ રમી હતી. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કરી લીધું હતુ પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ હતી. 26 મેના રોજ ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ 1 જૂનના રોજ તેમણે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રિટાયરમેન્ટના એક મહિના બાદ તેમણે આરસીબીમાં ફરી એન્ટ્રી કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને IPL 2025 માટે તેમના બેટિંગ કોચ અને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે.

વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો
અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી
મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત

 

 

RCBના ચાહકોને આપ્યા ગુડ ન્યુઝ

દિનેશ કાર્તિકે આરસીબીમાં એન્ટ્રી કરતા જ એક ખાસ સંદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેની ટીમ ટ્રોફીની નજીક પહોંચી પરંતુ જીતી શકી નહિ, હવે બેટિંગ કોચ બન્યા બાદ કાર્તિકે કહ્યું કે, ટ્રોફી જીતીને રહેશે. જેના માટે તેમણે ચાહકોનો સપોર્ટ માંગ્યો છે.

IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું

દિનેશ કાર્તિકે આઈપીએલ 2024માં આરસીબીને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તે ટૂર્નામેન્ટનો ટોપ-10 બેટ્સમેન રહ્યો હતો. તેમણે કુલ 330 રન બનાવ્યા હતા. કાર્તિકે આઈપીએલમાં કુલ 257 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 4842 રન બનાવ્યા છે. જેમાં 22 અડધી સદી પણ સામેલ છે.

આ પણ વાંચો : T20 World Cupની ટ્રોફી સાથે બાર્બાડોસમાં કેમ ફસાઈ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓ હોટલના રુમમાં બંધ જાણો કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article