મહિલાઓમાં વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ

05 July, 2024

સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના  મુખનું કેન્સર

હાલમાં સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતા કેન્સરમાં બીજા નંબરનું કેન્સર છે.

ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરના કારણે થાય છે.

ડૉક્ટર ભાર્ગવ તન્ના દ્વારા જણાવ્યા અનુસાર કેટલાક કારણોસર મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 

જે સ્ત્રી સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય

જે સ્ત્રીને નાની ઉંમરમાં 2 થી 3 પ્રેગ્નન્સી રહી ગઈ હોય

જેમની ઇમ્યુનિટી વીક હોય તેવી સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ વધી જાય છે.

સર્વાઇકલ કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ Human papilloma virus છે.

જોકે ભારતમાં HPV સામે રક્ષણ આપવા રસી ઉપલબ્ધ છે.

જો આ વેક્સિન સમયસર લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરનું જોખમ ટાળી શકાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ દવા કે અન્ય પ્રયોગ કરવા પહેલા આરોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી.