IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું
ચંદીગઢમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલ ભારે રોમાંચક મુકાબલામાં SRH એ PBKS ને 2 રને હરાવ્યું હતું. 183 રનના ટાર્ગેટ સામે પંજાબ 180 રન જ કરી શક્યું હતું. હૈદરાબાદના નીતિશ રેડ્ડીને તેના દમદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

IPL 2023ની 23મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવ્યું. હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબને 2 રને હરાવ્યું હતું. પંજાબને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પંજાબને જીત અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ છેલ્લી ઓવરમાં માત્ર 26 રન જ બનાવી શક્યા હતા. આ રીતે પંજાબ માત્ર 2 રનથી મેચ હારી ગયું હતું. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત હાંસલ કરી હતી.
નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઈનિંગ રમી
સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. અબ્દુલ સમદે પણ 12 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ કિંગ્સે લક્ષ્યનો પીછો કરતા 180 રન બનાવ્યા હતા. પંજાબના ટોચના 3 બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ શશાંક સિંહે 25 બોલમાં અણનમ 46 અને આશુતોષ શર્માએ અણનમ 33 રન બનાવીને પોતાની ટીમને લડત આપવાની તક આપી હતી. સિકંદ રઝાએ 28 રન અને સેમ કરને 29 રનનું યોગદાન આપ્યું હતું.
છેલ્લી ઓવરનો રોમાંચ
હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી અને છેલ્લા બોલ પર જીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ કમિન્સે છેલ્લી ઓવર જયદેવ ઉનડકટને આપી. તેની ઓવરમાં 26 રન આવ્યા હતા પરંતુ આ ઓવરમાં 3 કેચ પણ છૂટયા હતા.
- પ્રથમ બોલ- આશુતોષ શર્માએ સ્ક્વેર લેગની ઓવરમાં સિક્સર ફટકારી, પરંતુ નીતિશ રેડ્ડીએ કેચ છોડ્યો અને બોલ 6 રનમાં ગયો.
- બીજો બોલ- જયદેવે સળંગ બે વાઈડ ફેંક્યા
- બીજો બોલ- જયદેવ ઉનડકટના બીજા બોલ પર સિક્સ અને આ વખતે સમદે કેચ છોડ્યો. બોલ તેના હાથ સાથે અથડાયો અને લોંગ ઓફ સિક્સર ગઈ.
- ત્રીજો બોલ- આશુતોષ શર્માએ ડીપ મિડવિકેટમાંથી શોર્ટ સ્લોઅર બોલ પર બે રન લીધા.
- ચોથો બોલ- આશુતોષ શર્માએ ફરીથી ડીપ મિડવિકેટ પર બે રન લીધા.
- પાંચમો બોલ- વાઈડ.
- પાંચમો બોલ- આશુતોષ શર્માએ ડીપ મિડવિકેટ પર શોટ રમ્યો અને આ વખતે રાહુલ ત્રિપાઠીએ કેચ છોડ્યો.
- છઠ્ઠો બોલ- છેલ્લા બોલ પર શશાંક સિંહે લોંગ ઓફ પર સિક્સર ફટકારી. પરંતુ પંજાબ બે રનથી મેચ હારી ગયું.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
સનરાઈઝર્સ ટીમ પાસે આ મેચ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પોઈન્ટ ટેબલમાં પાછળ રાખવાની તક હતી. હૈદરાબાદની ટીમ મેચ જીતી ગઈ હતી પરંતુ માત્ર 2 રનનો તફાવત ચેન્નાઈથી આગળ ન લઈ શકી. આ રીતે હૈદરાબાદની ટીમ 3 મેચ જીતવા છતાં પાંચમા સ્થાને છે. બીજી તરફ પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને છે.
આ પણ વાંચો : IPL 2024: PBKS vs SRH ની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનની આ ભૂલે પ્રિટી ઝીન્ટાનું તોડ્યું દિલ
