IPL 2024 : રોહિત શર્માએ ફેન્સ સામે જોડ્યા હાથ, કહ્યું ના કરો રેકોર્ડ મારો વીડિયો, જાણો કેમ?

|

May 18, 2024 | 7:02 AM

રોહિત શર્મા માટે IPL 2024ની સિઝન વિવાદોથી ભરેલી રહી. હવે તે આ જ બાબતોના કારણે વધુ ચિંતિત દેખાઈ રહો હોય તેવું લાગી રહ્યું છે. રોહિત જાહેરમાં કંઈપણ બોલતા ડરે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલાનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે હાથ જોડીને ફેન્સને તેનો વીડિયો રેકોર્ડ ન કરવા કહી રહ્યો છે.

IPL 2024 : રોહિત શર્માએ ફેન્સ સામે જોડ્યા હાથ, કહ્યું ના કરો રેકોર્ડ મારો વીડિયો, જાણો કેમ?
Rohit Sharma

Follow us on

IPL 2024માં રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ તેમના પ્રદર્શનને બદલે વિવાદોના કારણે ચર્ચાનો વિષય રહ્યા હતા. સિઝનની શરૂઆતમાં હાર્દિક અને રોહિતની કેપ્ટનશીપને લઈને ભારે હોબાળો થયો હતો. આ પછી, ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત આગામી સિઝનમાં કોઈ અન્ય ફ્રેન્ચાઈઝી માટે રમવાનો છે. જો કે, ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોને ખ્યાલ નહોતો કે તે કઈ ટીમમાં જશે.

રોહિત શર્માનો વીડિયો થયો વાયરલ

પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત શાહરૂખ ખાનની ટીમમાં સામેલ થવાનું કહી રહ્યો હતો. ત્યારથી ‘હિટમેન’ ડરવા લાગ્યો છે. તે કંઈપણ બોલતા ડરે છે, જેનું ઉદાહરણ ફરી જોવા મળ્યું છે.

સૂતી વખતે તકિયા નીચે તુલસીના પાન રાખવાના ફાયદા, જાણી ચોંકી જશો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો
Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?

રોહિત શર્માએ હાથ જોડી દીધા

કોલકાતામાં બનેલી ઘટના બાદ રોહિત શર્માને ડર છે કે કદાચ તે કોઈ વાત કહે અને તે લીક થઈ જાય છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન માટે વાનખેડે મેદાન પર પહોંચ્યો હતો. આ સમય દરમિયાન, તે કોઈની સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે રોહિત કેમેરા સાથે એક વ્યક્તિને વીડિયો રેકોર્ડ કરતો જુએ છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને તેને જોતા જ હાથ જોડી દીધા હતા. તેણે તરત જ ઓડિયો બંધ કરવા કહ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સનો ઉલ્લેખ કરતા ‘હિટમેને’ કહ્યું કે પહેલાથી જ એક ઓડિયોએ તેની ‘વાટ’ લગાવી દીધી છે.

કોલકાતામાં શું થયું?

વાસ્તવમાં, અગાઉ KKRએ ઈડન ગાર્ડન્સમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો એક વીડિયો શેર કર્યો હતો. જોકે, ફ્રેન્ચાઈઝીએ તરત જ આ વીડિયોને ડિલીટ કરી દીધો હતો પરંતુ તે પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હતો. આ વીડિયોમાં રોહિત શર્મા KKR ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા અભિષેક નાયર સાથે વાતચીત કરી રહ્યો હતો. આ વીડિયોમાં રોહિત નાયરને કહેતો જોવા મળ્યો હતો કે દરેક વસ્તુ બદલાઈ રહી છે, મુંબઈ તેનું ઘર છે અને તેણે તેણે મંદિર બનાવ્યું છે. ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે. બસ હવે ખતમ. જો કે, આ વાતચીતનો કોઈ નક્કર પુરાવો નથી. કારણ કે ઓડિયો સ્પષ્ટ ન હતો.

આ પણ વાંચો : IPL 2024 : MI માં રોહિત શર્માની છેલ્લી સિઝન? આ ખેલાડીએ અંતિમ મેચ પહેલા માંગ્યો ઓટોગ્રાફ, ફેન્સની વધી ચિંતા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article