IPL 2024 PBKS vs MI: બીજી ઓવરના ચોથા બોલ પર બુમરાહે 8 કરોડના ખેલાડી સાથે કર્યું આવુ, દુનિયાભરના બેટ્સમેન ચોંકી ગયા

|

Apr 18, 2024 | 11:42 PM

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને પંજાબ કિંગ્સને 193 રનનો ટાર્ગેટ આપ્યો. સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ આ પછી જસપ્રિત બુમરાહે પોતાનો જાદુ દેખાડ્યો અને એવો બોલ ફેંક્યો જે વિશ્વના તમામ બેટ્સમેનોને ચોંકાવી દેશે.

IPL 2024 PBKS vs MI: બીજી ઓવરના ચોથા બોલ પર બુમરાહે 8 કરોડના ખેલાડી સાથે કર્યું આવુ, દુનિયાભરના બેટ્સમેન ચોંકી ગયા
Jasprit Bumrah

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન IPL 2024માં ભલે કંઈ ખાસ રહ્યું ન હોય, પરંતુ તેના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે અજાયબી કરી બતાવી છે. આ જમણા હાથના તોફાની ઝડપી બોલરે પોતાના તીક્ષ્ણ બોલની મદદથી IPLમાં તમામ વિરોધી બેટ્સમેનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેણે પંજાબ કિંગ્સ સામે પણ આવું જ કંઈક કર્યું હતું. બુમરાહે પંજાબના વિસ્ફોટક બેટ્સમેન રિલી રોસોને એવી રીતે આઉટ કર્યો કે દુનિયાભરના બેટ્સમેન ચોંકી જશે. બુમરાહે રુસોને એવો બોલ ફેંક્યો કે જેના માટે કોઈ બેટ્સમેન પાસે જવાબ નહીં હોય.

બુમરાહનો શાનદાર બોલ

ઓપનર જોની બેરસ્ટોના ખરાબ ફોર્મથી પરેશાન પંજાબ કિંગ્સે પ્લેઈંગ ઈલેવનમાં રિલી રૂસોનો સમાવેશ કર્યો હતો. પંજાબે રૂસો પર 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ આ ખેલાડી આ સિઝનમાં તેની પહેલી જ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. જોકે, તેમાં રૂસોની પણ ભૂલ ન હતી કારણ કે બુમરાહનો બોલ જ અદ્ભુત હતો. બુમરાહ જ્યારે બોલિંગ પર આવ્યો ત્યારે રુસોએ માત્ર 2 બોલ રમ્યા હતા અને પછી આ ખેલાડીએ એવું ઈન-સ્વિંગિંગ યોર્કર ફેંક્યું કે પંજાબના બેટ્સમેનના બે સ્ટમ્પ ઉડી ગયા. બુમરાહનો આ બોલ છેલ્લી ક્ષણે સ્વિંગ થયો અને રૂસો જોતો જ રહી ગયો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

એક ઓવરમાં બે શિકાર

રૂસોને આઉટ કર્યા બાદ બુમરાહે સેમ કરનને પોતાનો શિકાર બનાવ્યો હતો. પંજાબ કિંગ્સનો કેપ્ટન બુમરાહની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે બુમરાહ આ લીગમાં ઘણી સારી બોલિંગ કરી રહ્યો છે. બુમરાહ આટલા સારા ફોર્મમાં છે તે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી યુએસએ-વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં બુમરાહ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : IPL 2024 PBKS vs MI: સૂર્યકુમાર યાદવે પંજાબ સામે ફટકાર્યા 78 રન, 5 વર્ષ પછી થયો આવો ‘કમાલ’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:38 pm, Thu, 18 April 24

Next Article