IPL 2024: વિરાટ કોહલીએ KKRના બેટ્સમેન રિંકુ સિંહને પોતાનું બેટ ગિફ્ટ કર્યું

|

Apr 25, 2024 | 10:17 PM

રિંકુ સિંહ અને વિરાટ કોહલી વચ્ચે સારી દોસ્તી છે. રિંકુ સિંહ વારંવાર વિરાટ કોહલીને તેના બેટ માટે પૂછતો રહે છે. હાલમાં જ તેણે વિરાટ કોહલીએ ગિફ્ટ કરેલ એક બેટ તોડી નાખ્યું હતું પરંતુ વિરાટે તેને વધુ એક નવું બેટ ગિફ્ટ કર્યું છે. જે બાદ રિંકુ સિંહ ખૂબ જ ખુશ હતો અને વિરાટની બેટ સાથેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPL 2024: વિરાટ કોહલીએ KKRના બેટ્સમેન રિંકુ સિંહને પોતાનું બેટ ગિફ્ટ કર્યું
Virat Kohli & Rinku Singh

Follow us on

વિશ્વ વિરાટ કોહલીને એક મહાન બેટ્સમેન તરીકે જાણે છે પરંતુ તે મેદાનની બહાર ઘણા લોકોનો મિત્ર પણ છે. આ દિગ્ગજ ખેલાડી ઘણીવાર જુનિયર ખેલાડીઓની મદદ કરતો જોવા મળે છે અને ફરી એકવાર વિરાટ આ કારણોસર ચર્ચામાં છે. વિરાટ કોહલીએ KKRના બેટ્સમેન રિંકુ સિંહને પોતાનું બેટ ગિફ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે રિંકુ સિંહ પહેલા જ વિરાટ કોહલી પાસેથી બેટ લઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે રિંકુ સિંહને વિરાટનું બેટ આટલી સરળતાથી નથી મળ્યું.

રિંકુએ બેટ તોડી નાખ્યું હતું

હાલમાં જ KKR અને RCB વચ્ચેની મેચ પહેલા રિંકુ સિંહ વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. તેણે વિરાટ કોહલી પાસેથી બેટ માંગ્યું. તેણે વિરાટને કહ્યું કે તેણે તેને અગાઉ આપેલું બેટ તૂટી ગયું. ત્યારે વિરાટ કોહલીએ રિંકુની ફીરકી લીધી હતી. આ પછી રિંકુ સિંહે શપથ લીધા કે તે ફરી ક્યારેય વિરાટનું બેટ નહીં તોડે. ત્યારબાદ KKR અને RCB વચ્ચેની મેચ બાદ વિરાટે રિંકુ સિંહને બેટ આપ્યું હતું. હવે રિંકુ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બેટ લઈને ફરતો જોવા મળી રહ્યો છે. રિંકુએ કહ્યું કે આ વિરાટ કોહલીનું બેટ છે જે તેને ગિફ્ટમાં મળ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક


કોહલીની MRF સાથે 100 કરોડ રૂપિયાની ડીલ

વિરાટ કોહલી MRF બેટથી રમે છે. તેના બેટની કિંમત લાખોમાં છે. આ ખેલાડી તેની જરૂરિયાત મુજબ બેટને કસ્ટમાઈઝ કરે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીને બેટ ફ્રીમાં મળે છે. એટલું જ નહીં, તેને બેટ પર MRF સ્ટીકર લગાવવા માટે કરોડો રૂપિયા મળે છે. વિરાટ કોહલી એવો ક્રિકેટર છે જે બેટ સ્ટીકરથી સૌથી વધુ કમાણી કરે છે. વિરાટ કોહલીની MRF સાથે 100 કરોડ રૂપિયાની ડીલ છે. દર વર્ષે તેને MRF બેટથી રમવા માટે 12.5 કરોડ રૂપિયા મળે છે.

આ પણ વાંચો : MS ધોની-વિરાટ કોહલીને આપી ટ્રેનિંગ, હવે T20 વર્લ્ડ કપ માટે આ ટીમના હેડ કોચ બન્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:07 pm, Thu, 25 April 24

Next Article