IPL 2024 DD vs GT: દિલ્હીએ ગુજરાતને 4 રને હરાવ્યું, રિષભ પંત બન્યો મેચનો હીરો

|

Apr 24, 2024 | 11:53 PM

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને હોમ ટીમ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલ ભારે રોમાંચક મેચમાં દિલ્હીએ ગુજરાતને અંતિમ બોલ પર 4 રને હરાવી યાદગાર જીત મેળવી હતી. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પરિવર્તન થયા હતા અને હવે દિલ્હી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ગુજરાત સાતમા સ્થાને સરકી ગયું છે.

IPL 2024 DD vs GT: દિલ્હીએ ગુજરાતને 4 રને હરાવ્યું, રિષભ પંત બન્યો મેચનો હીરો
Delhi Capitals

Follow us on

IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 4 રનથી હરાવ્યું હતું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગુજરાતની ટીમ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. ગુજરાતને છેલ્લી ઓવરમાં 19 રન બનાવવાના હતા, રાશિદ ખાને શાનદાર હિટિંગ બતાવી અને બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા, પરંતુ અંતે મુકેશ કુમારે દિલ્હીને જીત અપાવી.

રિષભ પંતની કેપ્ટન ઈનિંગ

દિલ્હીની જીતમાં કેપ્ટન રિષભ પંતની મોટી ભૂમિકા હતી, જેણે 88 રનની અણનમ ઈનિંગ રમી હતી. પંતના બેટમાંથી 8 છગ્ગા અને 5 ચોગ્ગા આવ્યા હતા. અક્ષર પટેલે 66 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 7 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ડેવિડ મિલર અને સાઈ સુદર્શને શાનદાર અડધી સદી ફટકારી હતી. સુદર્શને 65 રનની ઈનિંગ રમી હતી. ડેવિડ મિલરના બેટમાંથી 55 રન આવ્યા હતા. અંતમાં રાશિદ ખાને 11 બોલમાં અણનમ 21 રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.

અંતિમ ઓવરમાં 3 ડોટ બોલ

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. દિલ્હીના સુકાની રિષભ પંતે મુકેશ કુમારને બોલિંગ આપી હતી. રાશિદ ખાને મુકેશ કુમારના પ્રથમ બે બોલ પર ચોગ્ગા ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ આ પછી મુકેશ કુમારે સતત બે ડોટ બોલ ફેંકીને દિલ્હીને રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ત્યારબાદ રાશિદ ખાને પાંચમા બોલ પર સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. ગુજરાતને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી પરંતુ મુકેશ કુમારે ડોટ ફેંકીને દિલ્હીને જીત અપાવી હતી. આ ઓવરના 3 ડોટ બોલે ગુજરાતને નુકસાન પહોંચાડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કુલદીપ યાદવે રમતને ફેરવી નાખી

દિલ્હી-ગુજરાતની મેચમાં કુલ 444 રન બન્યા હતા, જેમાં 16 સિક્સર સામેલ હતી. પરંતુ રનના વરસાદ વચ્ચે કુલદીપ યાદવે અદભૂત બોલિંગ કરી હતી. દિલ્હીના આ સ્પિનરે 4 ઓવરમાં માત્ર 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ખેલાડીએ સાહા અને રાહુલ તેવટિયાની મહત્વની વિકેટ લીધી અને તેના કારણે દિલ્હીને અંતમાં બે પોઈન્ટ મળ્યા. તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટમાં દિલ્હીની આ ચોથી જીત છે. દિલ્હી હવે 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

આ પણ વાંચો : IPL 2024 : પૃથ્વી શો સાથે થઈ બેઈમાની? થર્ડ અમ્પાયરના નિર્ણય પર હંગામો થયો!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:52 pm, Wed, 24 April 24

Next Article