AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umran Malik, IPL 2023: જમ્મુ એક્સપ્રેસ ક્યાં થઈ ગયો ગુમ? હૈદરાબાદના સુકાનીએ આપ્યો આશ્ચર્યજનક જવાબ

SRH vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો 8 વિકેટથી પરાજય થયો હતો. પરંતુ આ મેચમાં પણ ઉમરાન મલિક જોવા મળ્યો નહોતો, જમ્મુ એક્સ્પ્રેસથી જાણિતો બનેલો આ ઝડપી બોલર મેદાનથી ગાયબ જોવા મળી રહ્યો છે.

Umran Malik, IPL 2023: જમ્મુ એક્સપ્રેસ ક્યાં થઈ ગયો ગુમ? હૈદરાબાદના સુકાનીએ આપ્યો આશ્ચર્યજનક જવાબ
Umran Malik અંગે કેપ્ટનનુ ચોંકાવનારુ નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 11:14 AM
Share

IPL 2023 હવે તેના અંતની નજીક પહોંચી છે. લીગ મેચમાં હવે તમામ ટીમે એક એક મેચ જ રમવાની બાકી રહી છે. ત્યાર બાદ પ્લઓફની શરુઆત થશે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. RCB એ 8 વિકેટથી SRH ને હરાવ્યુ હતુ. આમ આ સાથે જ બેંગ્લોરે પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતી જાળવી રાખીને રેસમાં રહેલી અન્ય ટીમોની ચિંતા વધારી દીધી હતી. આ દરમિયાન જમ્મુ એક્સ્પ્રેસથી ઓળખાતા ઉમરાન મલિકની ચર્ચા ખૂબ છેડાઈ છે. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલિંગ કરતા મલિકને હૈદરાબાદની ટીમમાંથી વધારે તક સિઝનમાં મળી નથી. તો બીજી તરફ ટીમના કેપ્ટન એડન માર્કરમે ચોંકાવનારુ નિવેદન કર્યુ છે.

SRH ના કેપ્ટને કરેલા નિવેદનને લઈ હવે ટીમ મેનેજમેન્ટ સવાલોમાં ઘેરાઈ જવાનુ નિશ્ચિત છે. સિઝનમાં હૈદરાબાદ પાસે અનેક સારા ખેલાડીઓ હતા, આમ છતાં ટીમ પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી. ટીમે અનેકવાર ખેલાડીઓની ફેરબદલ અંતિમ ઈલેવનમાં કરી હતી. આમ છતાં કોઈ જ સંતોષજનક પરિણામ ટીમ મેળવી શકી નહોતી. આ દરમિયામ ઝડપી ગતિના બોલર ઉમરાન મલિકને પણ ટીમમાંથી બહાર એકવાર કર્યા બાદ ફરીથી મોકો જ ના મળ્યો. તે મેદાન પરથી ગૂમ જ રહ્યો અને હવે તેને લઈ ચર્ચા શરુ થઈ ગઈ છે.

RCB સામેની મેચમાં કેપ્ટને ચોંકાવ્યા

હૈદરાબાદે પોતાની અંતિમ મેચમાં ઉમરાન મલિકને સ્થાન આપ્યુ નહોતુ. ઝડપથી ગતિની બોલિંગ વડે દુનિયાભરમાં છવાઈ જવાનો ઉમરાન આ સિઝનમાં મેદાનમાં ઉતરવા માટે સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યો હતો. તે પોતાની અંતિમ આઈપીએલ મેચ 29 એપ્રિલે રમ્યો હતો. ત્યાર બાદ તે ટીમની અંતિમ ઈલેવનમાં જોવા મળ્યો નથી. ઉમરાન પોતાની બોલિંગ વડે તરખાટ મચાવી ચૂક્યો છે. ઝડપી બોલના તે રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.

જોકે બેગ્લોર સામેની મેચમાં ટોસ દરમિયાન હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે ચોંકાવનારુ નિવેદન કર્યુ હતુ. એડન માર્કરમે મલિકને લઈ વાત કરતા પહેલાતો તેના વખાણ કર્યા હતા અને તેની દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને એક્સ ફેક્ટર બતાવ્યુ હતુ. માર્કરમે સાથે તેણે એમ પણ કહ્યુ કે, “પડદા પાછળ તેની સાથે શુ થઈ રહ્યુ છે તેનાથી તે સંપૂર્ણ રીતે અજાણ છે”.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

જોકે એક વાતની સ્પષ્ટતા જરુર ચાહકો ઈચ્છી રહ્યા હતા કે, ઉમરાન મલિકને પ્રદર્શનના હિસાબથી મોકો નથી મળી રહ્યો કે પછી કોઈ ઈજાની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતીમાં ખુદ ટીમના કેપ્ટને જ પોતે અજાણ હોવાનુ નિવેદન કરી દેતા મામલો હવે વધારે ચર્ચા જગાવનારો છે. મલિક સિઝનમાં 7 મેચ રમીને 5 વિકેટ ઝડપી શક્યો છે. તે સિઝનમાં 17 ઓવર કરીને 10.35 ની સ્ટ્રાઈક રેટથી 176 રન લુટાવી ચૂક્યો હતો. જાણિતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ હૈદરાબાદના કેપ્ટનની વાત પર આશ્ચર્ય દર્શાવ્યુ હતુ.

ઉમરાન રિલીઝ થશે?

હવે સવાલ એ થઈ રહ્યો છે કે, હૈદરાબાદનો ઈતિહાસ જોતા સનરાઈઝર્સ હૈદરાબાદ હવે ઉમરાન મલિકને રિલીઝ કરશે કે કેમ એ જોવાનુ રહે છે. અગાઉ ડેવિડ વોર્નર સાથેનો ઘટનાક્રમ સૌને યાદ છે. IPL 2021 માં વોર્નરને કેપ્ટનશિપથી હટાવ્યા બાદ ટીમથી ડ્રોપ કરી દીધો હતો. બાદમાં રિલીઝ કર્યો હતો. આમ હવે એવુ પણ ચાહકો ઈચ્છી રહ્યા છે કે, વોર્નર જેવુ ઉમરાન સાથે ના થાય.

આ પણ વાંચોઃ IPL 2023 Playoff: વિરાટ કોહલીની સદીએ ધોની, કૃણાલ પંડ્યા અને રોહિત શર્માના શ્વાસ અધ્ધર કરી દીધા, જાણો પ્લેઓફના સમીકરણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">