IPL 2023 : ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટેની રેસ દરરોજ રસપ્રદ બની રહી છે, TOP 5માં આ ખેલાડીઓ
ફાફ ડુપ્લેસિસ IPL 2023 ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર પહોંચી ગયો છે. CSK ખેલાડી પર્પલ કેપ રેસમાં ટોપ 5માં સામેલ થઈ ગયો છે. RCBનો બેટ્સમેન વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માંથી બહાર થઈ ગયો છે.
IPL 2023 ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટેની રેસ દરરોજ રસપ્રદ બની રહી છે. IPLની 16મી સિઝનમાં 24 મેચો રમાઈ છે અને એવો કોઈ ખેલાડી નથી કે જે સતત ઓરેન્જ કે પર્પલ કેપ રેસમાં ટોચ પર હોય. ખાસ કરીને ઓરેન્જ કેપ માટેની રેસ સૌથી રોમાંચક છે, જ્યાં દરરોજ એક નવો ખેલાડી ટોચ પર પહોંચે છે. હાલમાં, ફાફ ડુપ્લેસિસ ટોચ પર છે અને બોલિંગમાં, યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપ ધરાવે છે,
ઓરેન્જ કેપ હોલ્ડરની વાત કરીએ તો IPL 2023માં ફાફ ડુપ્લેસીસ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 5 ઇનિંગ્સમાં 250થી વધુ રન બનાવ્યા છે. ફાફે RCB માટે 259 રન બનાવ્યા છે, જેમાં 3 અર્ધસદી સામેલ છે. વેંકટેશ અય્યર હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેના ખાતામાં 234 રન છે અને ત્રીજા નંબરે શિખર ધવન વેંકટેશથી એક રન પાછળ છે. ધવને એક ઇનિંગ્સ ઓછી રમી છે. ડેવિડ વોર્નર ચોથા નંબર પર અને શુભમન ગિલ નંબર પાંચ પર છે, જેણે 228-228 રન બનાવ્યા છે. વિરાટ ટોપ 5માંથી બહાર છે.
IPL 2023 Orange Cap
- 259 રન – ફાફ ડુપ્લેસિસ
- 234 રન – વેંકટેશ અય્યર
- 233 રન – શિખર ધવન
- 228 રન – ડેવિડ વોર્નર
- 228 રન – શુભમન ગિલ
બોલરોની વાત કરીએ તો, પર્પલ કેપ હજુ પણ યુઝવેન્દ્ર ચહલ પાસે છે, પરંતુ સારી વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ટોપ 5માં પ્રવેશી ગયો છે. ચહલ નંબર વન, માર્ક વૂડ બીજા નંબરે અને રાશિદ ખાન ત્રીજા નંબર પર છે. આ ત્રણ બોલરોના નામે અત્યાર સુધી IPL 2023માં 11-11 વિકેટ લેવાનો રેકોર્ડ છે. મોહમ્મદ શમીએ અત્યાર સુધી પાંચ મેચમાં 10 વિકેટ લીધી છે અને CSKના ઝડપી બોલર તુષાર દેશપાંડે પણ પાંચ ઇનિંગ્સમાં 10 વિકેટ લઈને ટોપ 5માં પ્રવેશી ગયો છે.
IPL 2023 Purple Cap
- 11 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
- 11 વિકેટ – માર્ક વુડ
- 11 વિકેટ – રાશિદ ખાન
- 10 વિકેટ – મોહમ્મદ શમી
- 10 વિકેટ – તુષાર દેશપાંડે
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો