Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Orange Cap, Purple Cap : ઓરેન્જ કેપ અને પર્પલ કેપ રેસમાં કોણ આગળ છે, જુઓ સંપૂર્ણ લિસ્ટ

IPL 2023માં ઘણા એવા ખેલાડીઓ છે. જેઓ ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં એકબીજાને ટક્કર આપી રહ્યા છે. હાલમાં ઓરેન્જ કેપ ઋતુરાજ ગાયકવાડ પાસે છે અને પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલ પાસે છે.

IPL 2023 Orange Cap, Purple Cap :  ઓરેન્જ કેપ અને પર્પલ કેપ રેસમાં કોણ આગળ છે, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Image Credit source: Graphics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 12:30 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓને વિશેષ ઈનામો આપવામાં આવે છે. IPLની દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આ રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. IPL 2023માં ઘણા એવા ખેલાડીઓ છે. જેઓ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. ઓરેન્જ અને પર્પલ કેપ માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ચાલો તમને જણાવીએ કે IPL 2023માં એવા કોણ ખેલાડીઓ છે જે ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે.

આજનું રાશિફળ તારીખ : 28-02-2025
PF Withdrawal : PF ના પૈસા Umang APP વડે કેવી રીતે ઉપાડવા ?
Fastest Train : ગુજરાતમાં દોડે છે આ સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન, જાણો નામ
Bageshwar Dham : બાબા બાગેશ્વરને મળવાનો સરળ રસ્તો, ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું
Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન લોન્ચ ! મળશે ડેટા-કોલિંગ અને ઘણું બધું
મખાના અને ખસખસના લાડુ ખાવાથી તમને થશે આ 5 ફાયદા

ઓરેન્જ કેપ રેસમાં સામેલ ખેલાડીઓ

હાલમાં ઓરેન્જ કેપ શિખર ધવનની પાસે છે. તેણે રવિવારે રમાયેલી મેચ બાદ કુલ 225 રનનો સ્કોર કર્યો છે. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ છે   તેણે IPL અત્યાર સુધીમાં સૌથી વધુ 189 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. 16મી સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 92 રન હતો. ગાયકવાડ ઉપરાંત ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ 158 રન, જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 152 રન, કાયલ મેયર્સ લખનૌ સુપર જાયન્ટ્સ 139 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે. ઓરેન્જ કેપ માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.

આ પણ વાંચો : RCB vs LSG, IPL 2023 : આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર, જે ટીમ મજબૂત શરૂઆત કરશે તે જીતશે

IPL 2023 ઓરેન્જ કેપ

225 રન – શિખર ધવન 189 રન – ઋતુરાજ ગાયકવાડ 158 રન – ડેવિડ વોર્નર 152 રન – જોસ બટલર 139 રન – કાયલ મેયર્સ

પર્પલ કેપ રેસમાં સામેલ ખેલાડીઓ

બીજી તરફ, જો આપણે IPLની 16મી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર વિશે વાત કરીએ તો અહીં ગુજરાત ટાઇટન્સ સ્પિનર ​​રાશિદ ખાનનો કબજો છે, જેણે 8 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડને સરખી વિકેટ મળી છે. ચહલે 3 અને વુડે 2 મેચ રમી છે. ચોથા નંબર પર 6 વિકેટ સાથે રવિ બિશ્નોઈ અને એટલી જ વિકેટ સાથે અલઝારી જોસેફ પાંચમા નંબરે છે.

IPL 2023 પર્પલ કેપ

8 વિકેટ – રાશિદ ખાન 8 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ 8 વિકેટ – માર્ક વુડ 6 વિકેટ – રવિ બિશ્નોઈ 6 વિકેટ – અલઝારી જોસેફ

 રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">