AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચીયરલીડર્સ જોવા મળશે કે કેમ ? જાણો શું છે મામલો

IPL 2022ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વખતે પણ ચીયરલીડર્સ મેદાનમાં જોવા મળશે નહીં. કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે.

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચીયરલીડર્સ જોવા મળશે કે કેમ ? જાણો શું છે મામલો
Cheerleaders ( photo : Rajasthan Royals Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 1:00 PM
Share

IPL 2022: આઈપીએલની રમતમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારવા વચ્ચે ઉઠતી ચિચિયારીઓ અને હર્ષોલ્લાસથી તમમા ફેન્સ પરિચિત જ હશે તે વચ્ચે આ ચિચિયારીઓ સાથે જે સીધી રીતે સંકળાયેલી રહે છે તે ચીયરલીડર્સ(Cheerleaders) ની ભારતમાં એન્ટ્રી થઈ શકશે કે કેમ તેના પર ચર્ચા ચાલી રહી છે. હાલમાં IPL 2022ની તૈયારી ચાલી રહી છે. IPL 2022 મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે અને IPL શેડ્યૂલ (IPL Schedule) આવી શકે છે પરંતુ આ વખતે પણ ચીયરલીડર્સ જોવા મળશે કે કેમ તેના પર પ્રશ્ન છે. વર્ષ 2008માં જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ભારતમાં પ્રથમ વખત ચીયરલીડર્સ રમતના મેદાન પર જોવા મળી હતી.

વર્ષ 2019થી ચીયરલીડર્સ IPLમાં જોવા મળી નથી

જો કે આને લઈ ધણો હોબાળો પણ મચ્યો હતો, પરંતુ ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવે છે કે ઘણા રમતપ્રેમીઓ આઈપીએલ મેચો કરતાં વધુ ચીયરલીડર્સને જોવા જાય છે . ભારતીય રમતગમતના મેદાન પર ડાન્સ કરતી ચીયરલીડર્સ(Cheerleaders)નું એક અલગ જ આકર્ષણ હતું. જોકે વર્ષ 2019થી ચીયરલીડર્સ IPLમાં જોવા મળી નથી.અન્ય દેશોમાંથી પણ ચીયરલીડર્સ આવતી હતી. કેટલીક ચીયરલીડર્સ ભારતની પણ હતી. ચીયરલીડર્સ ક્યાંથી આવશે તે મોટાભાગે IPL ફ્રેન્ચાઇઝી અને ચીયરલીડર્સ લાવનાર એજન્સી પર આધારિત છે.

IPL 2022 ફરીથી ઓમિક્રોનો ભય

આ પછી વર્ષ 2020ની IPL કોરોના મહામારીને કારણે IPLના નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ચીયરલીડર્સે પણ મેદાનમાં આવવાનું બંધ કરી દીધું હતું. આઈપીએલ પ્રેમીઓને આશા છે કે 2021ની આઈપીએલમાં કદાચ ફરીથી ચીયરલીડર્સ જોવા મળશે પરંતુ કોરોનાની અસર ચાલુ રહી. હવે IPL 2022 ફરીથી ઓમિક્રોનો ભય છે, તેથી તે નિશ્ચિત છે કે, આ વખતે પણ ચીયરલીડર્સ જોવા મળશે નહીં. જે વિદેશી ચીયરલીડર્સ આવતી હતી તેઓ તેમના પોતાના દેશમાં છે. વિદેશમાં તમામ કાર્યક્રમો બંધ હોવાને કારણે તેઓ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે જાપાનમાં ઓલિમ્પિક ગેમ્સમાં ચીયરલીડર્સ દેખાય ન હતી,

હવે સવાલ એ ઊભો થાય છે કે IPL અને અન્ય રમતોમાં ચીયરલીડર્સની વાપસી ક્યારે થશે, એ વાત ચોક્કસ છે કે જ્યાં સુધી કોરોનાની અસર રહેશે ત્યાં સુધી ચીયરલીડર્સની વાપસી મુશ્કેલ છે. ઘણા ચીયરલીડર પ્રેમીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે ચીયરલીડર્સ ફરીથી IPL મેદાન પર દેખાય. જો બધું બરાબર રહ્યું તો IPLમાં ચીયરલીડર્સ ફરી દેખાઈ શકે છે.

આ પણ વાંચો : Chhattisgarh: તેલંગાણા-છત્તીસગઢ બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અનેક નક્સલવાદીઓ ઠાર, અત્યાર સુધીમાં 6 મૃતદેહ મળી આવ્યા

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">