AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: અમદાવાદની મેચમાં Hardik Pandya મેચથી બહાર, રાશિદ ખાને સંભાળી કેપ્ટનશિપ Video

IPL 2023 GT vs KKR: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાના સ્થાને રાશિદ ખાન કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે.

IPL 2023: અમદાવાદની મેચમાં Hardik Pandya મેચથી બહાર, રાશિદ ખાને સંભાળી કેપ્ટનશિપ Video
Hardik Pandya not playing
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 4:10 PM
Share

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટક્કર કોલાકાતા નાઈટ રાઈડર્સ સાથે થઈ રહી છે. ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. જોકે આ પહેલા જ ગુજરાતના ફેન્સને નિરાશાનજક સમાચાર મળ્યા છે. ટીમના સુકાની હાર્દિક પંડ્યા બિમાર છે અને તે કોલકાતા સામેની મેચમાં નથી રમી રહ્યો. ટીમનુ સુકાન રાશિદ ખાન સંભાળી રહ્યો છે. ટોસ માટે જ્યાર રાશિદ ખાન અને નિતીશ રાણા મેદાનમાં આવતા જ હાર્દિક પંડ્યાની ગેરહાજરીથી ફેન્સને આશ્ચર્ય સર્જાયુ હતુ. જોકે રાશિદે જ આ અંગેનુ ખુલાસો કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સ ટીમ શરુઆતની પોતાની બંને મેચ જીતી ચુક્યુ છે. રવિવારે કોલકાતા સામેની મેચમાં જીત ગુજરાતને ફરીથી નંબર વનના સ્થાને પોઈન્ટ્સ ટેબલમાં પહોંચાડી શકે છે. આવી સ્થિતીમાં હવે ગુજરાતની ટીમને હાર્દિક પંડ્યાનુ બહાર રહેવુ મોટા ઝટકા સમાન બન્યુ છે.

રાશિદ ખાને બતાવ્યુ કારણ

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની ટીમ આમ બેટિંગ કરીને મોટો સ્કોર ખડકીને કોલકાતાના બેટરોને પરેશાન કરવાનો ઈરાદો રાખ્યો છે. ટોસ વખતે આજની મેચમાં ગુજરાતનુ સુકાન સંભાળતા રાશિદ ખાને બતાવ્યુ હતુ કે, હાર્દિક પંડ્યા આજે મેચમાં કેમ ઉપલબ્ધ નથી. પંડયાની રાહ જોઈ રહેલા ગુજરાત ટીમના ચાહકોને રાશિદ ખાનની હાજરી જોઈને આશ્ચર્ય લાગી રહ્યુ હતુ ત્યાં ટોસ જીતને આ વાત રાશિદ ખાને બતાવી કે તે અસ્વસ્થ હોવાને લઈ આજે રમી રહ્યો નથી.

રાશિદે બતાવ્યુ કે, પંડ્યા બિમાર છે અને તેઓ કોઈ જ રિસ્ક લેવા માંગતા નથી. મેનેજમેન્ટ પણ મોટી ટૂર્નામેન્ટમાં પંડ્યાની ફિટનેસને લઈ કોઈ જ ખતરો ઉઠાવવા માંગતુ નથી. આમ હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામા આવ્યુ છે. ગુજરાતની ટીમ માટે અત્યાર સુધીમાં આવુ બીજી એકવાર બન્યુ છે તે, હાર્દિક પંડ્યા મેચ માટે ઉપલબ્ધ ના હોય.

આ પણ વાંચોઃ IPL 2023, MS Dhoni: ફ્લાઈટમાં ઉડતા પહેલા ધોની માટે પાયલટનો ખાસ સંદેશ. જાણો નહીં કરવા બતાવ્યુ? Video

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">