રિષભ પંતના પડોશી એ મુંબઈ ઈન્ડિયન્સને અપાવી જીત, એન્જિનિયરે ક્રિકેટના મેદાન પર મચાવ્યો તરખાટ

Who Is Akash Madhwal: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે કવોલિફાયર 2માં પહોંચવા માટે જંગ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત મેળવીને ક્વોલિફાયરમાં જગ્યા બનાવી છે. આ મેચમાં આકાશ મધવાલ ચમક્યો હતો. ચાલો જાણીએ કોણ છે આકાશ મધવાલ.

રિષભ પંતના પડોશી એ મુંબઈ ઈન્ડિયન્સને અપાવી જીત, એન્જિનિયરે ક્રિકેટના મેદાન પર મચાવ્યો તરખાટ
Akash Madhwa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:00 AM

29 વર્ષીય આકાશ મધવાલ ઘરેલુ ક્રિકેટમાં ઉત્તરાખંડ તરફથી રમે છે. 25 નવેમ્બર 1993ના રોજ રૂરકીમાં જન્મેલા આ બોલરને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ગત સિઝનમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને કોઈ મેચમાં રમવાની તક મળી ન હતી. IPL 2022માં ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવની જગ્યાએ મુંબઈ દ્વારા આકાશને રિપ્લેસમેન્ટ પ્લેયરમાં સામેલ કરવામાં આવ્યો હતો. મુંબઈએ તેને 20 લાખ રૂપિયામાં ટીમમાં જાળવી રાખ્યો હતો.

આકાશ મધવાલ 4 વર્ષ પહેલા સુધી ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તર પ્રદેશ માટે ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો. તે ક્રિકેટર રિષભ પંતનો પડોશી હતો. એન્જિયરિંગનો અભ્યાસ કરીને તેણે 24 વર્ષની ઉંમર સુધી લાલ બોલથી ક્રિકેટ રમ્યો ન હતો. આજે તેણે લખનઉ સામે મુંબઈ ઈન્ડિયન્સને 5 સફળતા અપાવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આકાશ મધવાલનો આઈપીએલ રેકોર્ડ

આઈપીએલ 2023માં આકાશ મધવાલે 7 મેચ રમીને 167 રન આપ્યા છે. તેણે હમણા સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે 13 વિકેટ લીધી છે. તેણે સતત 2 મેચમાં 4 વિકેટ લીધી હતી. આજે તેણે મુંબઈ માટે 5 રન આપીને 5 વિકેટ લીધી હતી.

વર્ષ 2019માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર આકાશ માધવાલે 10 મેચમાં 12 વિકેટ લીધી છે. તેણે 17 લિસ્ટ A મેચમાં 18 વિકેટ ઝડપી છે, જ્યારે આકાશે 22 T20 મેચોમાં 24 વિકેટ ઝડપી છે. આકાશ મધવાલ મુંબઈ ઈન્ડિયન્સનો નેટ બોલર પણ રહી ચૂક્યો છે.

આઈપીએલમાં ઝડપી બોલરોના શ્રેષ્ઠ બોલિંગ આંકડા

  • 6/12 – અલઝારી જોસેફ (MI માટે)
  • 6/14 – સોહેલ તનવીર
  • 5/5 – આકાશ માધવાલ (MI માટે)
  • 5/10 – જસપ્રીત બુમરાહ (MI માટે)
  • 5/12 – ઈશાંત શર્મા
  • 5/13 – લસિથ મલિંગા (MI માટે)

સતત 4 વિકેટ લેનાર બોલર્સ

  • શાદાબ જકાતી 2009
  • મુનાફ પટેલ 2012
  • એન્ડ્રુ તાયે 2018
  • કાગીસો રબાડા 2022
  • યુઝવેન્દ્ર ચહલ 2023
  • આકાશ માધવાલ 2023

મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો હતો ટોસ

ચેપોકમાં રમાયેલી એલિમિનેટર મેચમાં મુંબઈની ટીમે 8 વિકેટના નુકશાન સાથે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે લખનઉની ટીમ 101 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.લખનઉને 81 રનથી હરાવીને મુંબઈની ટીમ કવોલિફાયર 2માં પહોંચી છે.

લખનઉ સુપર જાયન્ટ્સ : આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન

LSG ઇમ્પેક્ટ સબ્સ: કાયલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંઘ, સ્વપ્નિલ સિંઘ, અમિત મિશ્રા.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ

MI ઇમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વૉરિયર.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">