IPL 2022: ઉમરાનની ખતરનાક ઝડપી બોલીંગ, જેના હાર્દિક થી મનોહર સુધીના થઈ ગયા શિકાર, આટલી ઝડપે ફેંક્યા હતા બોલ, જાણો

Umran Malik Speed: પેસના 'માલિક' ઉમરાને ગુજરાત ટાઇટન્સ સામે 5 માંથી 4 વિકેટ બોલ્ડ કરીને ઝડપી હતી. જે બેટ્સમેનોની વિકેટ લીધી તેમાં ગિલ, સાહા, મિલર અને મનોહરનો સમાવેશ થાય છે. એટલે કે, તેણે માત્ર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને કેચ પકડાવીને તેની ટિકિટ કાપી હતી.

IPL 2022: ઉમરાનની ખતરનાક ઝડપી બોલીંગ, જેના હાર્દિક થી મનોહર સુધીના થઈ ગયા શિકાર, આટલી ઝડપે ફેંક્યા હતા બોલ, જાણો
Umran Malik એ ગુજરાતે ગુમાવેલી તમામ 5 વિકેટ પોતોના નામે કરી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 8:46 AM

Speed Kills. દરેક વ્યક્તિ આ જાણે છે. ટ્રાફિકના નિયમો અને નિયમો સાથે જોડાયેલી આ જ વાત ઉમરાન મલિક (Umran Malik) ની સ્પીડ પર પણ લાગુ પડે છે, જે હવે દિવસેને દિવસે બેટ્સમેન માટે કહેર બની રહ્યો છે. દરેક મેચ સાથે વધુ ખતરનાક બની રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે તેની સ્પીડનો તાંડવ જોવા મળ્યો જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. તેની ઝડપમાં ગુજરાત ટાઇટન્સ ના 5 બેટ્સમેનો (Umran Malik’s 5 Wicket) ઝડપાયા હતા. ટોપ ઓર્ડરની તમામ વિકેટ એક પછી એક તેણે ઝડપી હતી. ઉમરાને તે પાંચ વિકેટ લેવા માટે માત્ર 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. ચાહક હોય કે ખેલાડી, બોલરની સ્પીડ તેના માટે ત્યારે જ મજાની હોય છે જ્યારે તે બોલ્ડ કરે છે, તેના બોલ પર બેટ્સમેન કેચ નથી થતો. અને, એ મજા IPl 2022 દરમિયાન રમઝાનમાં ઉમરાનની બોલિંગમાં ખૂબ દેખાઈ હતી.

પેસના માલિક ઉમરાને ગુજરાત ટાઇટન્સ સામે 5માંથી 4 વિકેટ ઝડપી હતી. જે બેટ્સમેનોની વિકેટ લીધી તેમાં ગિલ, સાહા, મિલર અને મનોહરનો સમાવેશ થાય છે. એટલે કે, તેણે હાર્દિકને કેચ પકડાવીને તેની ટિકિટ કાપી હતી. હવે સવાલ એ છે કે ઉમરાન મલિકે આ પાંચ વિકેટ કઈ ઝડપે લીધી? મતલબ કે તેના બોલની ઝડપ કેટલી હતી જેના પર આ વિકેટો ઉડી હતી? આ રોમાંચક પ્રશ્નનો જવાબ જરૂરી છે કારણ કે ઝડપ એ ઉમરાન મલિકની ઓળખ છે અને તેનો ઉલ્લેખ કરવાનું કારણ પણ છે.

હૃદયની ધડકન વધારતી ઝડપ, 5 માંથી 4 બોલ્ડ!

ગુજરાત ટાઇટન્સ સામે ઉમરાન મલિકે શુભમન ગિલની પ્રથમ વિકેટ લીધી હતી. મલિકનો તે બોલ 144.2 કિમી પ્રતિ કલાકની ઝડપે વિકેટ પર વાગ્યો હતો, જેણે ગિલને ડગ આઉટમાં મોકલ્યો હતો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ગિલ ગયો ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો. ઉમરાન મલિકે સૌથી પહેલા 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પોતાના ખભા પર બોલ ફટકારીને સૌના દિલને હચમચાવી નાખ્યું હતું. સ્ટેડિયમમાં બેઠેલી હાર્દિકની પત્ની ટેન્શનમાં આવી ગઈ હતી. અને, પછી એ જ સ્પીડ થોડી વધારીને, તેને યાનસનના હાથે કેચ કરાવ્યો. મલિકના જે બોલ પર હાર્દિક કેચ થયો હતો તેની સ્પીડ 145.1 કીમી પ્રતિ કલાકની હતી.

જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ઉમરાન મલિકના બોલની સ્પીડ પણ વધતી ગઈ. હવે 145 kmph ની સ્પીડ 150 kmph થી ઉપર પહોંચવા લાગી હતી. રિદ્ધિમાન સાહા મલિકની ગતિએ પકડાયેલો આગામી બેટ્સમેન હતો. ઉમરાન મલિકે સાહાને 152.9 કિમી પ્રતિ કલાકની ઝડપે ક્લીન બોલ્ડ કર્યો હતો. ફાસ્ટ બોલર કે કોઈપણ ક્રિકેટ ચાહક માટે આનાથી વધુ સુખદ કંઈ હોઈ શકે નહીં. સાહાના સ્ટંપને વેરવિખેર કરનાર ઉમરાનનો બોલ પણ મેચનો સૌથી ઝડપી બોલ હતો. કદાચ આ જ કારણ હતું કે જ્યારે SRH ના ડગઆઉટમાં બેઠેલો ડેલ સ્ટેન પણ વિકેટ ઉડી જતાં ચોંકી ગયો હતો.

ઉમરાન મલિકે ડેવિડ મિલરને ચોથો શિકાર બનાવ્યો હતો. ઉમરાનને આશ્ચર્યજનક રીતે વિકેટ ઉખેડવા માટે 150 કિમી પ્રતિ કલાકની ઝડપની જરૂર નહોતી. તેના બદલે, આ કામ માત્ર 148.7 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું હતું. એ જ રીતે, તેણે અભિનવ મનોહરનું કામ પણ પુરુ કર્યું, જે ઉમરાન મલિકનો 5મો શિકાર બન્યો. મનોહરની વિકેટ ઉખાડી નાખનાર ઉમરાનના બોલની ઝડપ 146.8 kmph હતી.

ક્રમ આઉટ થનાર બેટ્સમેન બોલની ઝડપ (kmph) કેવી રીતે આઉટ થયો
1 શુભમન ગિલ 144.2 બોલ્ડ
2 હાર્દિક પંડ્યા 145.1 કેચ આઉટ
3 રિદ્ધિમાન સાહા 152.9 બોલ્ડ
4 ડેવિડ મિલર 148.7 બોલ્ડ
5 અભિનવ મનોહર 146.8 બોલ્ડ

IPL 2022 માં અત્યાર સુધીની શ્રેષ્ઠ બોલિંગ

ઉમરાન મલિકે ગુજરાત ટાઇટન્સ સામે 4 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. આઈપીએલ 2022માં આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલિંગ આંકડો છે. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બોલર માટે આ બીજો શ્રેષ્ઠ આંકડો છે. ઉમરાન મલિક એવો પહેલો બોલર છે જેણે એકલા એ IPL માં ટીમના ટોપ ઓર્ડરની તમામ 5 વિકેટ લીધી હોય.

આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલી માટે હવે રવિ શાસ્ત્રીએ જ આપી ગજબની સલાહ, કહ્યુ- IPL છોડી ક્રિકેટ થી દૂર થઇ જા!

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">