IPL 2022: શિવમ દુબેએ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો, મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી

IPL 2022 : ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના યુવા ખેલાડી શિવમ દુબે (Shivam Dube) એ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો છે. તેણે બેંગ્લોર સામે 46 બોલમાં આક્રમક 95* રન બનાવ્યા હતા.

IPL 2022: શિવમ દુબેએ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો, મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી
Shivam Dube (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:36 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈના બેટ્સમેનો ફોર્મમાં પરત ફર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમે 20 ઓવરમાં 200 થી વધુનો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં શિવમ દુબેએ અણનમ 95 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

શિવમ દુબેએ આ રેકોર્ડની બરોબરી કરી

શિવમ દુબેએ બેંગ્લોર સામે માત્ર 46 બોલમાં 95* રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. આ ઇનિંગ દરમિયાન તેણે મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુરલી વિજયે 2011 IPL ફાઇનલમાં બેંગ્લોર સામે 95 રનની ઇનિંગ રમી હતી. આ સાથે શિવમ દુબે હવે બેંગ્લોર સામે સંયુક્ત રીતે સૌથી વધુ વ્યક્તિગત રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

ચેન્નઈ ટીમે મજબુત સ્કોર બનાવ્યો

શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88) ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ IPL 2022 ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વાનિન્દુ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નાઈએ ધીમી શરૂઆત કરી હતી. કારણ કે તેણે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને માત્ર 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડ (17) હેજવૂડના બોલ પર એલબીડબલ્યુ બન્યો હતો. આ સાથે જ ચેન્નાઈને મોઈન અલી (3) ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ચોથા નંબરે આવેલા શિવમ દુબેએ રોબિન ઉથપ્પાની સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી.

આ દરમિયાન બંનેએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. 13મી ઓવરમાં ઉથપ્પાએ ગ્લેન મેક્સવેલના બોલ પર 3 સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 100 ની પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન ઉથપ્પાએ 33 બોલમાં IPL ની 27 મી અડધી સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ પણ બીજા છેડેથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ચેન્નાઈએ 15 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. આ સાથે દુબેએ 30 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

છેલ્લી કેટલીક ઓવરોમાં બંનેએ વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ઉથપ્પાને 17મી ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલ પર લાઈફલાઈન પણ મળી હતી. જ્યારે તે કેચ આઉટ થયો, ત્યારે તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો. આ સમય સુધીમાં ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 187 રન હતો. 19મી ઓવર ફેંકવા આવેલા હસરંગાએ 14 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે ઉથપ્પા (50 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 88 રન) અને કેપ્ટન રવિન્દ્ર જાડેજા (0) ને પેવેલિયનમાં મોકલ્યા હતા.

આ સાથે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારીનો અંત આવ્યો હતો. તેણે 20મી ઓવર નાખવા આવેલા હેજવુડના બોલ પર 15 રન બનાવ્યા. દુબે 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 95 રન બનાવીને અણનમ રહ્યો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: ભારતીય ખેલાડીઓ માટે શ્રાપ બની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનથી લઈને કેએલ રાહુલ સુધી બધાની હાલત ખરાબ

આ પણ વાંચો : CSK vs RCB Live Score, IPL 2022 : બેંગ્લોરને જીતવા માટે 217 રનનો લક્ષ્યાંક, શિવમ દુબે-ઉથપ્પા સદીથી ચુક્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">