RR vs RCB, IPL 2022: બેંગ્લોરે 158 રનનુ લક્ષ્ય રાજસ્થાન સામે રાખ્યુ, પાટીદારની અડધી સદી, કૃષ્ણા-મેકકોયની 3-3 વિકેટ

RR vs RCB, IPL 2022, Qualifier 2: ફાઈનલમાં પહોંચવા માટે રાજસ્થાન અને બેંગ્લોર બંને માટે પુરો દમ લગાવી દેવો જરુરી છે. બંને માટે ટાઈટલનો દુકાળ ખતમ કરવાનુ દબાણ વર્તાઈ રહ્યુ છે.

RR vs RCB, IPL 2022: બેંગ્લોરે 158 રનનુ લક્ષ્ય રાજસ્થાન સામે રાખ્યુ, પાટીદારની અડધી સદી, કૃષ્ણા-મેકકોયની 3-3 વિકેટ
Rajat Patidar એ અડધી સદી નોંધાવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 8:50 AM

IPL 2022 ની ક્વોલિફાયર 2 મેચ વિશ્વના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rajasthan Royals vs Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહી છે. સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. તેને પિચ સ્ટિકી જણાઈ હતી અને જેને લઈ તેણે રન ચેઝ કરવાની યોજના વધુ સફળ રહેવાનો અંદાજ લગાવ્યો હતો. બેંગ્લોરે ટોસ હારીને બેટીંગ કરી હતી. જોકે શરુઆતમાં જ વિરાટ કોહલી (Virat Kohli) ની મોટી વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. રજત પાટીદારે (Rajat Patidar) ફરીએકવાર શાનદાર બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી. 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન બેંગ્લોરે નોંધાવ્યા હતા.

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બેંગ્લોરની શરુઆત કરી હતી, પરંતુ બંનેની જોડી માંડ 9 રનની ભાગીદારી જ નોંધાવી શકી હતી. કોહલીના રુપમાં બેંગ્લોરે મહત્વની વિકેટ શરુઆતમાં જ ગુમાવી દીધી હતી. જેની પાસેથી આજે મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. ફાફ ડુ પ્લેસિસે પણ રજત પાટીદાર સાથે મળીને રમતને આગળ વધારી હતી. પાટીદારે પણ ઝડપી રમત વડે પોતાની અંદાજ મુજબ રન વરસાવ્યા હતા. તેણે ઝડપથી અડધી સદી નોંધાવી હતી. જોકે આ પહેલા જ કેપ્ટન પ્લેસિસ 27 બોલમાં 25 રન નોંધાવીને પરત ફર્યો હતો.

પાટીદારે 42 બોલમાં 58 રનની ઈનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલે આક્રમક અંદાજ બતાવ્યો હતો પરંતુ તે 25 રનની જ ઈનીંગ રમી શક્યો હતો. તે 13 બોલનો સામનો કરીને આ રન નોંધાવી પરત ફર્યો હતો. જોકે ત્યાર બાદ એક પછી એક વિકેટ ગુમાવવા લાગતા જ બેંગ્લોર મોટા સ્કોર તરફ આગળ વધી શક્યુ નહોતુ. કારણ કે મહત્વના બેટ્સમેનો જ સસ્તામાં પરત ફરવા લાગ્યા હતા. મેકકોય અને કૃષ્ણા સામે જાણે કે તેઓ ઘૂંટણ ટેકવી રહ્યા હતા. મહિપાલ લોમરોર 8 રન, દિનેશ કાર્તિક 6 રન અને હસારંગા ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠા હતા. હર્ષલ પટેલ 1 રન કરીને આઉટ થયો હતો. શાહબાઝ અહેમદ 12 રન અને જોસ હેઝલવુડ 1 રન સાથે અંતમાં નોટઆઉટ રહ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કૃષ્ણા-મેકકોયની શાનદાર બોલીંગ

રાજસ્થાને તેની બોલીંગની ધાર દર્શાવી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 22 રન ગુમાવીને 3 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને હસારંગા જેવી મહત્વની વિકેટ તેનો શિકાર હતી. ઓબેદ મેકકોયે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 23 રન 4 ઓવરમાં આપીને આ સફળતા હાંસલ કરી હતી. ફાફ અને લોમરોરની વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી.

g clip-path="url(#clip0_868_265)">