AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રાશિદ ખાને પૈસા માટે નહી પરંતુ આ કારણ થી સનરાઇઝર્સ હૈદરાબાદથી છુટા પડવાનો કર્યો હતો નિર્ણય!

સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસન (Ken Williamson) સિવાય બે અનકેપ્ડ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. ડેવિડ વોર્નર, રાશિદ ખાન (Rashid Khan) જેવા ખેલાડીઓને છોડવામાં આવ્યા હતા.

IPL 2022: રાશિદ ખાને પૈસા માટે નહી પરંતુ આ કારણ થી સનરાઇઝર્સ હૈદરાબાદથી છુટા પડવાનો કર્યો હતો નિર્ણય!
Rashid Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:48 AM
Share

IPL 2022 રિટેન્શન (IPL Retention) માં જ્યારે તમામ ટીમો પોતાના ખેલાડીઓને રિટેન કરવાની જાહેરાત કરી રહી હતી ત્યારે સૌથી ચોંકાવનારા સમાચાર સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) ને રિટેન કર્યો છે. આ સિવાય તેણે બે અનકેપ્ડ ખેલાડીઓ ઉમરાન મલિક (Umran Malik) અને અબ્દુલ સમદને પણ ટીમમાં જાળવી રાખ્યા હતા. રસપ્રદ વાત એ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે રાશિદ ખાન (Rashid Khan), ડેવિડ વોર્નર (David Warner) અને જોની બેયરિસ્ટો જેવા ખેલાડીઓને છોડ્યા હતા.

સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ટીમના સૌથી મોટા મેચ વિનર ગણાતા રાશિદ ખાનને છોડવો. રાશિદ ખાન છેલ્લા પાંચ વર્ષથી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સંકળાયેલો હતો પરંતુ શું થયું કે લેગ સ્પિનરને ટીમે રિટેન ન કર્યો.

રિપોર્ટ્સ અનુસાર, રાશિદ ખાનને એટલા માટે છોડવામાં આવ્યો કારણ કે તે ઈચ્છતો હતો કે સનરાઈઝર્સ હૈદરાબાદ તેને નંબર વન પર જાળવી રાખે જેથી તેને વધુ પૈસા મળે. પરંતુ રાશિદ ખાનના નજીકના સૂત્રોના હવાલાથી આ અહેવાલો ખોટા છે. એક મીડિયા અહેવાલ મુજબ રાશિદ ખાને પૈસાના કારણે સનરાઈઝર્સ છોડ્યું નથી, પરંતુ સાચું કારણ કંઈક બીજું જ છે.

રાશિદ ખાન ઇચ્છતો હતો નવી ટીમ

રાશિદ ખાનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લેગ સ્પિનરે પૈસા માટે ટીમ છોડી નથી. રાશિદ ખાન વર્ષ 2017માં પહેલીવાર આ ટીમ સાથે જોડાયો હતો અને ત્યારથી સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 40 કરોડ રૂપિયા પગાર તરીકે આપ્યા છે. રાશિદ ખાનનો પગાર 9 કરોડ રૂપિયા હતો અને જો તેને બીજા નંબર પર યથાવત રાખવામાં આવે તો પણ તેનો પગાર વધી ગયો હોત.

પરંતુ રાશિદ ખાનને પૈસાના કારણે નહીં પણ વાતાવરણ બદલવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી છોડવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ રાશિદ ખાન નવી ટીમ, નવા વાતાવરણમાં રમવા માંગે છે.

સનરાઇઝર્સ રાશિદ ખાનને ખરીદવા જોર લગાવશે

સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન્શન દરમિયાન કહ્યું હતું કે તેઓ રાશિદ ખાનને ટીમમાં જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ તેમ થઈ શક્યું નહીં. જો કે, ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું કે તે આ લેગ-સ્પિનરને ખરીદવા માટે તમામ પ્રયાસો કરશે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં 76 મેચમાં 93 વિકેટ લીધી છે.

રાશિદ ખાનની ઈકોનોમી માત્ર 6.33 રન પ્રતિ ઓવર છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે રાશિદ ખાન જે પણ ટીમમાં જશે, તે ઘણી મેચો પોતાના દમ પર જીતશે. IPLની હરાજીમાં રાશિદ ખાન પર કરોડોનો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને રોહિત શર્માની સેલેરી વિરાટ કોહલી અને ધોની કરતા પણ વધારે, જાણો કઇ ટીમે કેટલો કર્યો ખર્ચ

આ પણ વાંચોઃ IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા પર CSK ની ધન વર્ષા, માલા-માલ થયેલા ખેલાડીઓનુ લીસ્ટ, જુઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">