અમેરિકામાં T20 સીરિઝની બે મેચ રમશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે
ભારતે ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસમાં તેણે ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે, જેનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
Indian Cricket Team : ભારતીય ટીમ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket Team) ના પ્રવાસે જઈ રહી છે જ્યાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ સીરિઝની કેટલીક મેચો અમેરિકા (USA Cricket ) માં રમશે. સમાચાર અનુસાર, બંને ટીમો છેલ્લી બે મેચ માટે અમેરિકા પહોંચશે. આ સીરિઝ જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થશે અને ઓગસ્ટ સુધી ચાલશે. અહેવાલો અનુસાર, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી બે મેચોનું આયોજન લોડરહિલ અને ફ્લોરિડામાં કરશે. વેસ્ટ ઈન્ડિઝ પહેલાથી જ અહીં છ મેચનું આયોજન કરી ચૂક્યું છે. ભારત (Indian Cricket Team) વર્ષ 2016 અને 2019માં અહીં કુલ ચાર મેચ રમી છે.
ભારતીય ટીમ પહેલા ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ અને છ મર્યાદિત ઓવરની મેચ રમશે. આ પછી ટીમ વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. સીરીઝનું સંપૂર્ણ શેડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ ત્રણ વનડે રમાશે અને ત્યારબાદ પાંચ મેચની ટી-20 શ્રેણી રમાશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ કેરેબિયન પ્રીમિયર લીગમાં ભાગ લેશે.
અમેરિકી ક્રિકેટ માટે સારો નિર્ણય
બીસીસીઆઈના એક સૂત્રએ ક્રિકબઝને કહ્યું, “અમેરિકામાં મેચ રમવી એ ભારત માટે સારો નિર્ણય છે. અમેરિકામાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાયું નથી . આવી સ્થિતિમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમવું અમેરિકન ક્રિકેટ માટે સારો નિર્ણય છે. તેણે એટલું જ કહ્યું કે, આ સિરીઝનું શેડ્યૂલ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ વર્ષ 2024માં સાથે મળીને ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે.
અમેરિકા વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે
યુએસને 2019ની શરૂઆતમાં ICC તરફથી ODI રમવાનો દરજ્જો મળ્યો હતો. જે બાદ અમેરિકાએ સ્કોટલેન્ડને હરાવ્યું હતું. યુએસએ ક્રિકેટના સીઇઓ ઇયાન હિગિન્સ ઇચ્છે છે કે, તે આગામી 10 વર્ષમાં ICC પૂર્ણ સભ્યનો દરજ્જો પ્રાપ્ત કરે. તેણે T20 વર્લ્ડ કપની યજમાનીનો દાવો કરતાં કહ્યું હતું કે દેશમાં ઓછામાં ઓછા 6 સ્ટેડિયમ છે, જે આંતરરાષ્ટ્રીય મેચો યોજવા માટે સક્ષમ છે. છેલ્લા બે વર્લ્ડ કપની મેચ જોવા માટે અમેરિકાથી પણ મોટી સંખ્યામાં લોકો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ આવ્યા ભારત, પીએમ મોદી અને જયશંકર સાથે કરી શકે છે મુલાકાત