MI vs RR, IPL 2022: બટલરની જોશ ભરી બેટીંગ, સળંગ 4 છગ્ગા ફટકાર્યા, રાજસ્થાને મુંબઈ સામે 158 રનનો સ્કોર કર્યો

|

Apr 30, 2022 | 10:20 PM

જોસ બટલર (Jos Buttler) સિઝનમાં સૌથી વધુ રન નોંધાવવામાં આગળ છે, તેણે મુંબઈ સામે પણ આજ સિલસિલો જાળવતી બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી.

MI vs RR, IPL 2022: બટલરની જોશ ભરી બેટીંગ, સળંગ 4 છગ્ગા ફટકાર્યા, રાજસ્થાને મુંબઈ સામે 158 રનનો સ્કોર કર્યો

Follow us on

IPL 2022 માં આજે ડબલ હેડર દિવસ હતો, સિઝનની 44મી અને દિવસની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (Mumbai Indians vs Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ સંજૂ સેમસની ટીમ રાજસ્થાનને પહેલા બેટીંગ કરવા માટે બોલાવી હતી. રાજસ્થાનની ઓપનીંગ જોડી શરુઆતમાં જ તૂટી ગઈ હતી અને બાદમાં કેપ્ટન સેમસનની વિકેટ ઝડપથી ગુમાવતા દબાણ સર્જાયુ હતુ. પરંતુ જોસ બટલરે (Jos Buttler) શાનદાર રમત દર્શાવી અડધી સદી ફટકારી હતી. તેના 4 સળંગ છગ્ગા ખૂબ જ શાનદાર રહ્યા હતા. 20 ઓવરના અંતે રાજસ્થાને 158 રન 6 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા.

જોસ બટલરની રમત સિઝનની શરુઆત થી જેવી રહી છે એવી જ શાનદાર જોવા મળી હતી. તેણે 67 રનની ઈનીગ રમી હતી. આ માટે તેણે 52 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે રિતિક શોકિનની ઓવરમાં શાનદાર સળંગ 4 છગ્ગા ફટકાર્યા હતા. જે ખૂબ જ નયનરમ્ય રહ્યા હતા. એક બાદ એક તેના છગ્ગાએ રાજસ્થાન જ નહી ક્રિકેટના સૌ ફેન્સને ખુશ કરી દીધા હતા. જોકે તે આ છગ્ગાની હરોળના અંતે સૂર્યકુમારના હાથમાં કેચ ઝીલાયો હતો.

દેવદત્ત પડિકલે 15 રન 15 બોલમાં નોંધાવીને જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આમ પાંચમી ઓવરમાં જ 26 રનના સ્કોર પર જ ઓપનીંગ જોડી તુટી ગઈ હતી. ત્યાર બાદ કેપ્ટન સંજૂ સેમસન પણ 54 રનના ટીમના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તેણે 2 છગ્ગાની મદદ વડે 7 બોલમાં 16 રન નોંધાવ્યા હતા. ડેરિલ મિશેલે પણ બટલરને સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે 17 રન જ જોડી શક્યો હતો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હર્ષલ પટેલ વિકેટથી નિરાશ

હર્ષલ પટેલને આજે ફરી એકવાર નિરાશ થવુ પડ્યુ હતુ. તેને એક પણ વિકેટ મળી શકી નહોતી તેમે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. વાનિન્દુ હસારંગાએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. શાહબાઝ અહેમદે પણ 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 4 વર્ષ સુધી તક માટે તરસાવી દીધો, હવે લખનૌમાં મોકો મળતા જ છવાઈ જવા લાગ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 9:25 pm, Sat, 30 April 22

Next Article