IPL 2022 Auction: ટીમ ધોની સાથે રમી ચુકેલા આ ખેલાડીને પોતાની સાથે સમાવી લેવા RCB એ કરોડો ખર્ચવાની ઘડી યોજના

IPL 2022 auction: આરસીબીએ હરાજી પહેલા વિરાટ કોહલી (Virat Kohli), ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા.

IPL 2022 Auction: ટીમ ધોની સાથે રમી ચુકેલા આ ખેલાડીને પોતાની સાથે સમાવી લેવા RCB એ કરોડો ખર્ચવાની ઘડી યોજના
RCB એ વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:33 AM

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર (Jason Holder) IPL 2022 ની હરાજી (IPL 2022 Mega Auction) દરમિયાન મોટી રકમનો વરસાદ કરી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમ આ ખેલાડીને પોતાની સાથે લેવા માટે ભરપૂર પ્રયાસ કરી શકે છે. તે ટીમના સુકાની પદના દાવેદારોમાંનો પણ એક છે. આવી સ્થિતિમાં જેસન હોલ્ડર IPL 2022ના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક બની શકે છે. જેસન હોલ્ડર અત્યાર સુધી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોનો ભાગ રહ્યો છે.

RCBએ IPL 2022ની હરાજી પહેલા વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. RCB હજુ સુધી IPL ટાઈટલ જીતી શક્યું નથી. IPL 2021 દરમિયાન વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

સમાચાર એજન્સી PTIએ RCB સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને લખ્યું છે કે આ ફ્રેન્ચાઈઝી જેસન હોલ્ડર માટે 12 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. વિન્ડીઝના આ ખેલાડીમાં ઓલરાઉન્ડ ક્ષમતા છે અને તે બેટિંગ અને બોલિંગ બંનેમાં અદ્દભૂત છે. આવી સ્થિતિમાં, તે જે પણ ટીમનો ભાગ બનશે તે ઘણી મદદ કરશે. હોલ્ડર છેલ્લી બે સિઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતો. તે આ ટીમ સાથે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સંકળાયેલો હતો. પણ પછી તે પોતાની રમતથી મુખ્ય ખેલાડી બની ગયો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હોલ્ડરની શા માટે છે ડીમાન્ડ?

IPLમાં હંમેશા ઓલરાઉન્ડરોની માંગ રહે છે. છેલ્લી કેટલીક સીઝનથી જોવા મળી રહ્યું છે કે ઓલરાઉન્ડર ખેલાડીઓ સૌથી મોંઘા સાબિત થાય છે. ફ્રેન્ચાઈઝીની નજીકના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું, “બેન સ્ટોક્સ ઉપલબ્ધ નથી, હાર્દિક પંડ્યા અને માર્કસ સ્ટોઈનિસ અન્ય ટીમમાં જોડાયા છે. તમે હાલમાં મિશેલ માર્શ વિશે એ નથી જાણતા કે તે ઈજાના કારણે આખી IPL રમી શકશે કે કેમ, જો તમે રેકોર્ડ પર નજર નાખો તો હોલ્ડરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબી તેના માટે મોટી બોલી લગાવી શકે છે અને અન્ય ટીમો પણ આવું કરી શકે છે.

IPLમાં ખેલાડીની રમત કેવી છે?

જેસન હોલ્ડરે 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી 26 મેચ રમી છે અને 35 વિકેટ લીધી છે. તેણે છેલ્લી બે સિઝનમાં 26માંથી 15 મેચ રમી છે. આ 29 વર્ષીય ખેલાડીને શરૂઆતના વર્ષોમાં IPLમાં વધારે તક મળી ન હતી પરંતુ હવે તેની રમતમાં ઘણો સુધારો થયો છે.

આ પણ વાંચોઃ IPL 2022: વિરાટ કોહલીનો મેગા ઓક્શન પહેલા મોટો ખુલાસો, RCB થી અલગ કરવા માટે કેટલીક ફ્રેન્ચાઝીઓ દ્વારા પ્રયાસ કરાયો

આ પણ વાંચોઃ BPL 2022: ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બાંગ્લાદેશમાં બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાયો, આખીય ટીમ પર કરાઇ મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">