IPL 2022: વિરાટ કોહલીનો મેગા ઓક્શન પહેલા મોટો ખુલાસો, RCB થી અલગ કરવા માટે કેટલીક ફ્રેન્ચાઝીઓ દ્વારા પ્રયાસ કરાયો
IPL 2022 ની મેગા હરાજી પહેલા, વિરાટ કોહલી (Virat Kohli) એ ખુલાસો કર્યો હતો કે તેને અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઘણી વખત હરાજીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
વિરાટ કોહલી (Virat Kohli) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) ની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. હવે તે ટીમમાં માત્ર એક ખેલાડી તરીકે જ સામેલ છે. આ દરમિયાન તે RCB ની ટીમને છોડીને ક્યાંય બીજે જવા માંગતો નહી હોવાનો પોતાનો ઇરાદાના સંકેત પણ દર્શાવી ચુક્યો છે. પરંતુ જો કોહલી આઇપીએલ ઓક્શન (IPL 2022 Auction) માં ઉતરે તો એ પણ સ્વાભાવિક છે કે આજની તારીખે તેને ખરીદવા માટે પડાપડી જ પરંતુ રિતસરનુ યુદ્ધ જામી પડે. જોકે તેને અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઓક્શનમાં સામેલ થવા માટેના વિચારના બીજ રોપવાનો પ્રયાસ કરી ચુકી છે. આ વાતનો ખુલાસો પણ કોહલીએ જાતે જ કર્યો છે.
તેણે કહ્યું કે આવું એક વાર નહીં પરંતુ ઘણી વખત બન્યું છે, જ્યારે અન્ય IPL ફ્રેન્ચાઈઝીઓએ તેને હરાજીમાં હાજર રહેવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. કોહલીનુ કહેવુ છે કે, પોતાને આરસીબી છોડવવાનો પ્રયાસ એક વાર જ નહી પણ અનેકવાર થયો છે. અન્ય આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ તેને અનેકવાર ઓક્શનમાં સામેલ થવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેનો પોતાના નિર્ણય આરસીબી સાથે રહેવા માટેનો અડગ છે. તે બેંગ્લોરની ટીમને છોડીને ક્યાંય જશે નહીં.
IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર અટકી ગયા બાદ ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપનાર વિરાટ કોહલીએ કહ્યું કે અન્ય IPL ટીમો દ્વારા મને ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો અને હરાજીમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે મારે તેના વિશે વિચારવું જોઈએ. 8 વર્ષ સુધી RCBની કેપ્ટનશિપ કરનાર કોહલીએ પોતાના પોડકાસ્ટમાં આ ખુલાસો કર્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રત્યે મારી વિચારસરણી પ્રામાણિક છેઃ કોહલી
33 વર્ષીય વિરાટ કોહલીએ RCB માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. પરંતુ આ ટીમ ક્યારેય IPLનો ખિતાબ જીતી શકી નથી. તેણે કહ્યું, “RCB મારા જીવનનો એક ભાગ છે. અને, મારી સંપૂર્ણ ઇમાનદારી તેની સાથે છે.”
કોહલીએ આગળ કહ્યું, “લીગના પહેલા 3 વર્ષમાં RCBએ મને શું આપ્યું, મારા પર વિશ્વાસ કર્યો, તે મારા માટે ખૂબ જ ખાસ છે. મારી પાસે ઘણી ટીમો માટે તકો હતી. પરંતુ તેઓ મારા પર આ રીતે વિશ્વાસ કરતા નથી અને આવો ટેકો બતાવતા નથી.”
What is @imVKohli’s first memory of joining RCB? What was that funny incident that happened to him in year 1 of the IPL as a 19-year old?
Find out here on the #RCBPodcast powered by @KotakBankLtd!#PlayBold #WeAreChallengers pic.twitter.com/x3Qb0RlxEM
— Royal Challengers Bangalore (@RCBTweets) February 6, 2022
વિરાટ IPL 2016ની ફાઇનલમાં હારને ભૂલતો નથી
આ પહેલા RCBના પૂર્વ કેપ્ટને IPLમાં રમાયેલી મેચ વિશે જણાવ્યું, જેમાં તે આજ સુધી હારને ભૂલી શક્યો નથી. કોહલીના મતે તે મેચ IPL 2016ની ફાઈનલ હતી. આરસીબીના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં, ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, તે પણ જ્યારે તેની જીતનો પાયો નાખવામાં આવ્યો હતો.