IPL 2022: લિયામ લિવિંગસ્ટોને આ સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી
પંજાબ ટીમના (Punjab Kings) લિવિંગસ્ટોને પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમના પેટ કમિન્સે 14 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી હતી. લિવિંગસ્ટોને 27 બોલમાં 64 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 15માં પંજાબ કિંગ્સ (Punjab Kings) નો મુકાબલો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સાથે છે. આ મેચમાં પંજાબ પાસે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાની તક છે. તો ગુજરાતની ટીમ આ મેચમાં આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવવા માટે તૈયાર છે. આ રોમાંચક મેચમાં પંજાબના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને જોરદાર પ્રદર્શન કર્યું છે.
લિવિંગસ્ટોને મેળવી મોટી સિદ્ધી
લિવિંગસ્ટોને ગુજરાત ટાઇટન્સ ટીમ સામે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ગુજરાત ટાઇટન્સ ટીમ સામે 27 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન તે આ સિઝનમાં સૌથી ઝડપી રન બનાવનાર બીજા બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં સૌથી ઝડપી અડધી સદી બનાવવાનો રેકોર્ડ પેટ કમિન્સના નામે છે. તેણે માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સિવાય લિવિંગસ્ટોનની આ સતત બીજી અડધી સદી છે.
ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
શુક્રવારે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 16મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મયંક અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે ટોસ જીત્યો હતો. જ્યારે પંજાબે 3 મેચ રમી છે. જેમાં તેણે બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ ટીમની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 2 મેચ રમી છે અને બંને મેચમાં જીત મેળવી છે.
6⃣4⃣ Runs 2⃣7⃣ Balls 7⃣ Fours 4⃣ Sixes@liaml4893 set the stage on fire 🔥 🔥 & notched up his 2⃣nd half-century of the #TATAIPL 2022. 💪 💪 #PBKSvGT | @PunjabKingsIPL
Watch his blitz 🎥 🔽https://t.co/nrp5vvxDfJ
— IndianPremierLeague (@IPL) April 8, 2022
પંજાબ કિંગ્સ ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 189 રન કર્યા હતા અને ગુજરાત ટીમને 190 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ ટીમ તરફથી લિવિંસ્ટોને સૌથી આક્રમક બેટિંગ કરતા 27 બોલમાં 7 ચોગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જીતેશ શર્માએ પણ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને તેણે 11 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 23 રન કર્યા હતા. જ્યારે રાહુલ ચહલે અંતિમ સમયે 14 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 22 રનની ઇનિંગ રમી હતી અને પંજાબ ટીમનો સ્કોર 189 રન સુધી પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો : IPL 2022: દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફરશે કે કેમ, RCB ના સ્ટાર ખેલાડીને લઈ રવિ શાસ્ત્રીએ આપ્યુ મોટુ નિવેદન