IPL 2022: MS Dhoni ને ભીંસમાં મુકવા માટે KKR ખેલશે બેવડા હુમલાનો દાવ! શ્રેયસ અય્યરની ટીમ પાસે છે માસ્ટર પ્લાન
CSKએ છેલ્લી વખત KKRને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ વખતે તક પલટવારની છે. અને, આ વળતો હુમલો વધુ સારો બનાવવા માટે, શ્રેયસ અય્યરની ટીમ એમએસ ધોની (MS Dhoni) પર દ્વિ-પાંખીય રીતે હુમલો કરતી જોઈ શકાય છે.
IPL 2022 શરૂ થવામાં જ છે. આજે સાંજે 7.30 વાગે ઘડિયાળના કાંટા વાગતાની સાથે જ ક્રિકેટનો સૌથી મોટી ધમાલ શરૂ થઈ જશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) મેદાનમાં ઉતરશે. મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સાથે થશે. આ બંને ટીમો છેલ્લી સિઝનની ફાઇનલિસ્ટ છે. CSKએ છેલ્લી વખત KKRને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ વખતે તક પલટવારની છે. અને, આ વળતો હુમલો વધુ સારો બનાવવા માટે, શ્રેયસ અય્યરની ટીમ એમએસ ધોની (MS Dhoni) પર દ્વિ-પાંખીય રીતે હુમલો કરતી જોઈ શકાય છે. આજની મેચ માટે તેનો આખો પ્લાન કંઈક આવો છે.
હવે તમે વિચારતા જ હશો કે આ દ્વિપક્ષીય હુમલો કહેવાનો શો અર્થ છે. તેથી KKRની ટીમ CSK ને ઘેરવા માટે આવું કરશે. ધોની પર તેના દ્વિપક્ષીય હુમલાનો અર્થ એવો થશે કે આવા બોલરોને બે છેડેથી બોલર રાખી ભીંસમાં મૂકવો, જેમની સામે CSKના ભૂતપૂર્વ કેપ્ટનનુ કંઇજ ચાલતુ નથી.
KKR ધોની પર બે તરફીથી હુમલો કરશે!
હવે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં જે બે બોલર છે, જેની સામે ધોની નથી રમતો, જેનો ધોની આસાન શિકાર છે, એક વરુણ ચક્રવર્તી અને બીજો સુનીલ નરેન. ધોની માટે શ્રેયસ અય્યરની ટીમના આ બે બોલર કેટલા ઘાતક છે, તે આ આંકડાઓ પરથી વિગતવાર સમજો.
ધોની Vs વરુણ ચક્રવર્તી
ધોનીએ IPL પિચ પર ત્રણ વખત વરુણ ચક્રવર્તીનો સામનો કર્યો છે અને ત્રણેય પ્રસંગોએ KKR બોલરે ભૂતપૂર્વ CSK કેપ્ટનની વિકેટ લીધી છે. આ દરમિયાન ધોનીએ ચક્રવર્તીના 12 બોલનો સામનો કર્યો અને 3.33 ની એવરેજથી 10 રન બનાવ્યા. પરંતુ આ 12 બોલમાં તેણે 3 વખત પોતાની વિકેટ ગુમાવવી પડી હતી.
ધોની Vs સુનીલ નરેન
હવે જરા સુનીલ નરેન સામે ધોનીનો રેકોર્ડ જુઓ. ધોનીએ IPL પિચ પર નરેનની 83 બોલ રમી છે અને 22ની એવરેજથી 44 રન બનાવ્યા છે. આ દરમિયાન સુનીલ નરેને ધોનીને 2 વખત આઉટ કર્યો છે. CSKનો વિકેટ કીપર બેટ્સમેન તેની બિગ હિટીંગ માટે જાણીતો છે. પરંતુ તે IPL માં નરેન સામે 83 બોલમાં માત્ર 2 વાર જ બાઉન્ડ્રી પાર કરી શક્યો હતો.
તે સ્પષ્ટ છે કે જો KKR ધોની સામે બે બાજુથી હુમલો કરે છે, તો તેની યોજનામાં યોગ્યતા રહેશે. જો ધોની વરુણ ચક્રવર્તીથી બચી જાય તો પણ સુનીલ નરેન તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.