AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો

અરવલ્લી જિલ્લા આયોજન મંડળે મહત્વના નિર્ણય કરતા જિલ્લાના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે રુપિયા 897 લાખના ખર્ચે 616 જેટલા વિકાસના કામો હાથ ધરાશે.

Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો
Kuberbhai Dindore ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
| Updated on: Mar 25, 2022 | 10:18 PM
Share

અરવલ્લી (Aravalli) જિલ્લાને આમ તો વિકાસની દૃષ્ટીએ પછાત જિલ્લા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, જેને લઇને જિલ્લાના વિકાસમાં ગતી લાવવા માટે અનેક વાર સ્થાનિક કક્ષાએથી રજૂઆતો થતી રહે છે. આ દરમિયાન જિલ્લા મંડળ (District Planning Committee) ની બેઠક યોજાતા 611 જેટલા વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોરે (Kuberbhai Dindore) ની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોને લઇને ચર્ચા કરાવમાં આવી હતી અને જેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ આવનારા દિવસોમાં ગ્રામિણ કક્ષાએ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ સહિતના કાર્યોનો સીધો લાભ મળશે.

સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતની ઉપસ્થિતીમાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2022-23 વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લાના છ તાલુકાનું આયોજન સર્વાનુમતે મંજૂર કરી જિલ્લામાં 616 કામો માટે રૂ. 897 લાખની ખર્ચ કરવામાં આવશે. જેનાથી જિલ્લામાં લોકોને વિકાસનો સીધો લાભમ મળશે. મોડાસા અને બાયડ નગર પાલિકા માટે 50 લાખ રુપિયાના કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 30 લાખ રુપિયાના કાર્યોને પણ મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્લા નિયામક મંડળની બેઠક દરમિયાન ઉપસ્થિત પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોરે લોકોને પ્રાથમિક અને માળખાગત સુવિધાઓ મળી રહે તે અંગેની વાત કહી હતી. તેઓએ કહ્યુ હતુ કે, “રાજ્યની પ્રજાને સુવિધાયુક્ત જીવન મળે અને પાયાની માળખાગત સુવિધાઓથી કોઈ વંચિત ના રહે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે ચિંતા કરી રાજય સરકાર દ્વારા વિકાસલક્ષી કામોનું આયોજન કરે છે.” તેઓએ કહ્યુ હતુ કે, વિકાસ એ સતત ચાલતી પ્રકિયા છે. જેના થકી પ્રજાના સુખાકારીના કામો અગ્રિમતા આપવા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આ યોજનાઓનું અમલીકણ સમયસર થાય તથા નાણાનો વિનિયમન કરી ગુણવત્તાસભર કામો પર પણ ભાર મુક્યો હતો.

પાણી, ગટર, રસ્તા, ડીપ બ્રિજ અને સ્ટ્રીટ લાઇટના કાર્યો મંજૂર

બેઠક દરમિયાન મંડળના સભ્ય સચિવ દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લામાં 112 લાખ રુપિયાના ખર્ચે પાણી પુરવઠા અંગેના 124 જેટલા કામો કરવામાં આવનાર છે. 88 જેટલા સીસી રોડ નુ નિર્માણ કરવામાં આવશે અને તેની પાછળ 132.65 લાખ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ડીપ બ્રિજ અને ગરનાળા 91 જેટલા નિર્માણ કરવામાં આવશે અને જે માટે 117.15 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. જિલ્લામાં 41 જેટલા ગટર લાઇનના કાર્યો 69.85 લાખ રુપિયાના ખર્ચે કરવામાં આવનાર છે.

પુર સંરક્ષણ અંગેના 67 કાર્યો આગામી વર્ષે કરવામાં આવશે અને તે માટે 113.26 લાખ ખર્ચવામાં આવનાર છે. સ્ટ્રીટ લાઇટના 85 કાર્યો માટે રુપિયા 101.79 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય 37 કાર્યો માટે 66.94 લાખ રુપિયાની ગ્રાન્ટની ફાળવણી ને પણ મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેઓટીયા, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહજી ચૌહાણ, નિરીક્ષક નાયબ સચિવ આયોજન પ્રભાગ માયાબેન ડાભી, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ સહિત જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

આ પણ વાંચો: Chennai Super Kings IPL 2022 Schedule and Squad: રવિન્દ્ર જાડેજાની આગેવાની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યારે અને કોની સામે ટકરાશે, જાણો પુરુ શેડ્યૂલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">