AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો માટે જોફા આર્ચરે આપ્યા સારા સંકેત, વિડીયોએ રોહિત શર્માની ટીમ માટે આશા જગાવી

જોફ્રા આર્ચર IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના હરીફો પર આક્રમણ કરતો જોવા મળી શકે છે. જોફ્રા આર્ચર (Jofra Archer) ને ઈજા થઈ હતી. આ કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે.

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો માટે જોફા આર્ચરે આપ્યા સારા સંકેત, વિડીયોએ રોહિત શર્માની ટીમ માટે આશા જગાવી
Jofra Archer એ પ્રેકટીશ વિડીયો શેર કર્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 4:55 PM
Share

IPL 2022 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારા સમાચાર છે. તેના ચાહકો માટે ખુશ થવાની તક છે. કારણ કે ઈંગ્લેન્ડ (England Cricket Team) ના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે (Jofra Archer) પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે પોતાની બોલિંગને ધારદાર બનાવવાનું શરૂ કરી દીધું છે. તે નેટમાં પરસેવો પાડતો જોવા મળ્યો છે. અને આ તમામ સંકેતો છે જેનાથી એવું લાગે છે કે આર્ચર IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સના વિરોધીઓ પર હુમલો કરતા જોવા મળી શકે છે. જોફ્રા આર્ચરને ઈજા થઈ હતી. આ કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. વેસ્ટ ઈન્ડિઝના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તે ટીમ સાથે નથી.

IPL 2022 ની મેગા ઓક્શનમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે જોફ્રા આર્ચરને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું તે આ સિઝનમાં રમશે? આ મોટા પ્રશ્નનો જવાબ હજુ સ્પષ્ટ નથી. પરંતુ, તેની સામે આવેલા એક વીડિયો પરથી અટકળો લગાવી શકાય છે.

View this post on Instagram

A post shared by Jofra Archer (@jofraarcher)

જોફ્રાનું નેટ્સ પર પુનરાગમન

લાંબા સમય થી ક્રિકેટથી દૂર રહ્યો છે. પરંતુ હવે તેણે નેટ્સ પર વાપસી કરીને પરત ફરવાના સંકેત આપ્યા છે. આર્ચર IPL 2022 માં રમશે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે, જેનો જવાબ તેની સામે આવી રહેલી આ તસવીરોમાં મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જોફ્રા આર્ચરનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

26 માર્ચથી IPL 2022  શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. 15મી સિઝનની ફાઇનલ મેચ 29 મેના રોજ રમાશે. હવે જોવાનું એ રહે છે કે અત્યારે નેટ્સ પર ઉતરેલા જોફરા મેચમાં ઉતરે છે કે નહીં.

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">