IPL 2022: આયરલેન્ડનો આ ફાસ્ટ બોલર CSK ટીમમાં જોડાયો, હરાજીમાં રહ્યો હતો અનસોલ્ડ
IPL 2022 ની શરૂઆત 26 માર્ચથી થઇ રહી છે. 15મી સિઝનમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2022) 15મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Ridera) વચ્ચે રમાશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક નવા ખેલાડીનો પ્રવેશ થયો છે. આયર્લેન્ડનો યુવા ફાસ્ટ બોલર CSK ની ટીમ સાથે જોડાયો છે. આયર્લેન્ડ ક્રિકેટે આ જાણકારી આપી છે.
તમને જમાવી દઇએ કે 22 વર્ષીય આયર્લેન્ડનો ફાસ્ટ બોલર જોશ લિટલ IPL 2022 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં નેટ બોલર તરીકે જોડાયો છે. જોશ લિટલ મેગા ઓક્શનમાં પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. પરંતુ જોશ લિટલને આઈપીએલ 2022ની હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યું ન હતું.
👏👏👏 Congrats to Josh Little who is heading off on a development opportunity with the Chennai Super Kings in the early stages of the upcoming IPL.
The experience as a net bowler for CSK should be fantastic. #GoWellJosh ☘️🏏 pic.twitter.com/5aUFwfZkAp
— Cricket Ireland (@cricketireland) March 7, 2022
આયર્લેન્ડ ક્રિકેટે ટ્વિટ કરીને જણાવ્યું કે, “અભિનંદન જોશ લિટલ, જેને IPL 2022ના પ્રારંભિક તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કામ કરવાની તક મળી છે. નેટ બોલર તરીકે CSK માટે સારો અનુભવ મળશે.”
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની સંપૂર્ણ ટીમઃ
રોબિન ઉથપ્પા (રૂ. 2 કરોડ), ડ્વેન બ્રાવો (રૂ. 4.40 કરોડ), અંબાતી રાયડુ (રૂ. 6.75 કરોડ), દીપક ચહર (રૂ. 14 કરોડ), કેએમ આસિફ (20 લાખ), તુષાર દેશ પાંડે (20 લાખ), શિવમ દુબે (4 કરોડ), મહેશ દિક્ષાના (70 લાખ), સિમરજીત સિંહ (20 લાખ), ડેવોન કોનવે (1 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (50 લાખ), રાજવર્ધન હંગરગેકર (1.50 કરોડ), મિશેલ સેન્ટનર (1.90 કરોડ), એડમ મિલ્ને (1.90 કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ), મુકેશ ચૌધરી (20 લાખ) અને પ્રશાંત સોલંકી (20 લાખ), ભગત વર્મા (20 લાખ), ક્રિસ જોર્ડન (3.60 કરોડ), એન જગદીસન (20 લાખ) અને સી હરિ નિશાંત (20 લાખ), રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ).
આ પણ વાંચો : બીજો કપિલ દેવ બનવા માટે અશ્વિન મીડીયમ ફાસ્ટ બોલિંગ કરતો હતો, તેણે 28 વર્ષ પહેલાની કહી વાત