બીજો કપિલ દેવ બનવા માટે અશ્વિન મીડીયમ ફાસ્ટ બોલિંગ કરતો હતો, તેણે 28 વર્ષ પહેલાની કહી વાત

35 વર્ષના અસ્વિને પોતાની 85મી ટેસ્ટમાં કપિલ દેવના 434 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડી દીધો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે બાદ ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે.

બીજો કપિલ દેવ બનવા માટે અશ્વિન મીડીયમ ફાસ્ટ બોલિંગ કરતો હતો, તેણે 28 વર્ષ પહેલાની કહી વાત
Kapil Dev and R Ashwin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 8:42 PM

ભારતના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને (Ravi Ashwin), જેણે કપિલ દેવની 434 ટેસ્ટ વિકેટને વટાવી હતી, તેણે જાહેર કર્યું કે બાળપણમાં તે બેટ્સમેન બનવા માંગતો હતો અને આગામી કપિલ દેવ બનવા માટે મધ્યમ ગતિની બોલિંગ કરતો હતો. 35 વર્ષીય રવિચંદ્રન અશ્વિને તેની 85મી ટેસ્ટમાં કપિલ દેવ (Kapil Dev) નો 434 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે (Anil Kumble) પછી ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે.

રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, સરસ લાગે છે. 28 વર્ષ પહેલાં કપિલ પાજી માટે હું મારા પપ્પા સાથે તાળીઓ પાડતો હતો. જ્યારે તેણે રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. મેં ક્યારેય સપનું નહોતું જોયું કે હું તેના કરતા વધુ વિકેટ લઈશ, કારણ કે હું બેટ્સમેન બનવા માંગતો હતો. ખાસ કરીને જ્યારે મેં આઠ વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું.

તેણે વધુમાં કહ્યું કે, 1994માં બેટિંગ મારો શોખ હતો. સચિન તેંડુલકર ઉભરતો સ્ટાર હતો અને કપિલ દેવ પોતે એક દિગ્ગજ ઓલ રાઉન્ડર હતા. મારા પિતાની સલાહ પર, હું મધ્યમ ઝડપી બોલિંગ કરતો હતો. જેથી કરીને હું આગામી કપિલ પાજી બની શકું. ત્યાંથી ઓફ સ્પિનર ​​બન્યો અને આટલા વર્ષો સુધી ભારત માટે રમ્યો. મેં ક્યારેય એવો વિચાર પણ કર્યો ન હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રવિચંદ્રન અશ્વિનની આવી આંતરરાષ્ટ્રીય કારકિર્દી રહી છે

રવિચંદ્રન અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે નવેમ્બર 2011માં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી ટેસ્ટ કારકિર્દીમાં 85 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 24.27 ની એવરેજ અને 52.57 ની સ્ટ્રાઈક રેટથી 436 વિકેટ ઝડપી છે. આ દરમિયાન અશ્વિને 30 વખત ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે.

આ પણ વાંચો : PAK vs AUS : ડેવિડ વોર્નરે પાકિસ્તાની દર્શકોની ડિમાન્ડ પુરી કરી, મેદાનમાં કર્યો ડાન્સ, Video

આ પણ વાંચો : ICC Women ODI Rankings: ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા મિતાલી રાજ-સ્મૃતિ માંધના માટે ખરાબ સમાચાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">